સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની સર્જરી ચાલતી હતી ત્યારે સર્જરી બાદ આજે તેઓ ભાનમાં આવ્યા છે. ગઈકાલે જ હોસ્પિટલ દ્વારા તબિયત સુધારા પર હોવાને લઈને બુલેટીન બહાર પાડવામાં આવ્યું હતું.
અનુજ પટેલની મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે હવે તેમની સારવારમાં સુધાર વધુ જોવા મળ્યો છે. અગાઉ અમદાવાદની કેડી હોસ્પિટલમાં સારવાર કરાઈ હતી ત્યાંથી એરએમ્બુલન્સ થકી મુંબઈની હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સર્જરી ચાલી હતી. જો કે, સર્જરી સફળ રહ્યા બાદ તેઓ ભાનમાં આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ 1 તારીખથી પુત્રની સારવાર અર્થે મુંબઈમાં હતા.
ત્રણ દિવસ પહેલા રવિવારે બપોરે અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને અમદાવાદની કેડી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કે.ડી. હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ પ્રાથમિક સારવાર આપી હતી ત્યાં એક સર્જરી બાદ અનુજ પટેલને એર એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, તબિયત સુધારા પર હોવાનું હોસ્પિટલ તરફથી ગઈકાલે જ કહેવામાં આવ્યું હતું ત્યારે આજે તેઓ ભાનમાં આવતા આ સારા સમાચાર પણ સામે આવ્યા હતા.