જણાવી દઈએ કે વર્ષ 2017માં 68.39 ટકા મતદાન થયું હતું. જયારે આ વખતે બીજા તબક્કામાં 58.38 ટકા મતદાન થયું છે. જિલ્લા પ્રમાણે જોઈએ તો સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં 66 ટકા થયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદમાં 53 ટકા થયું હોવાની માહિતી મળી છે.

સાબરકાંઠા 65 ટકા, પાટણમાં 57 ટકા, મહેસાણામાં 61 ટકા, અરવલ્લીમાં 60 ટકા, ગાંધીનગરમાં 59 ટકા, આણંદમાં 60 ટકા, ખેડામાં 61 ટકા, મહિસાગરમાં 55 ટકા, પંચમહાલમાં 62 ટકા, દાહોદમાં 56 ટકા, વડોદરામાં 60 ટકા, છોટા ઉદેપુરમાં 62 ટકા મતદાન નોંધાયું છે.
એક બે નાની બબાલોને બાદ કરતા મતદાન સંપૂર્ણ શાંતિ સાથે સમાપ્ત થયું છે. ત્યારે કલોલમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ બબાલ થઈ હોવાના અહેવાલો છે. જો કે પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામો આગામી 8 ડિસેમ્બરે આવશે.