શાહે પરીવાર સાથે મતદાન કરી રેકોર્ડ તોડ મતદાન કરવા કહ્યું આ ઉપરાંત કહી આ વાત
બીજા તબક્કામાં 2.51 કરોડ મતદારો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું ચાલી રહ્યું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર આજે વિધાનસભાની ચૂંટણીમાં લોકો સવારથી લાઈનમાં ઉભા રહીને મતદાન કરી રહ્યા છે. બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો મતદાન કરવાના છે. આ કુલ મતદારોમાંથી 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો મતદાન કરવાના છે. બીજા તબક્કાની 93 બેઠકો માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. તો કુલ 285 અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. કુલ 833 ઉમેદવારોમાંથી 69 મહિલા અને 764 પુરૂષો છે.
શાહે પરીવાર સાથે મતદાન કરી રેકોર્ડ તોડ મતદાન કરવા કહ્યું
અમિત શાહે આજે નારણપુરામાં મતદાન કર્યા બાદ મીડીયા સમક્ષ વાતચીત દરમિયાન કહ્યું કે, જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે તેમને કહું છું કે, તેઓ અચૂકથી મતદાન કરે. ગુજરાતના 2.5 દાયકાની વિકાસ યાત્રાને આગળ વધારો ગુજરાતનો વિકાસ એ ફક્ત ગુજરાતનો વિકાસ નહીં પરંતુ દેશના વિકાસ કરવાની પરંપરાને જાળવી રાખવાની છે. સમગ્ર ભારતના વિકાસ પાયો ગુજરાતનો વિકાસ છે. જેમાં ઔધોગિક મૂડી રોકાણ, શિક્ષણમાં જીરો ડ્રોપઆઉટ રેસિઓ વગેરે. આ ઉપરાંત તેમને વધુમાં મીડિયા સમક્ષ વાતચીત દરમિયાન કહ્યું કે, સર્વ સમાવેશક વિકાસનું મોડલ આકર્ષિ રહ્યું છે ત્યારે સૌને વિનંતી કરું છું કે, વિકાસ યાત્રાને આગળ વધારવા 5 વાગ્યા પહેલા રેકોર્ડ તોડ મતદાન કરો. તેમ અમિત શાહે કહ્યું હતું.