છેલ્લા દસ વર્ષ થી સરકાર દ્વારા હાલ કોમોના વિકાસ ની લ્હાણી લાગી છે પણ જ્યાં વિકાસ ના કામો થયાં ત્યાં થયાં પણ હજુ કેટલાક વિસ્તારમાં એવા કામો બાકી છે જ્યાં હજુ સુધી વિકાસ કેમ પોંહચતો નથી તે સવાલ ઉભો છે, ત્યારે પ્રજાના રક્ષણ માટે ગુજરાતમાં પોલિસ કર્મીઓ ને તૈનાત કરવામાં આવે છે અને કેટલાય વિસ્તારમા અતિ આધુનિક નવીન પોલિસ સ્ટેશન કાર્યરત છે પણ આજે એક એવા પોલિસ સ્ટેશનની વાત કરીશું કે છેલ્લા 12 વર્ષથી પોલિસ સ્ટેશન માત્ર ક્વાટર્સમાં ચાલી રહ્યું છે
અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં રાજેસ્થાન ની બોડર પર આવેલું ઇસરી પોલિસ સ્ટેશન જેનો દરજ્જો ઇડર સ્ટેટ વખતનો મળેલ છે જે પહેલા આઉટ પોસ્ટ તરીકે કાર્યરત હતું અને છેલ્લા 12 વર્ષથી થી પોલિસ સ્ટેશન નો દરજ્જો પ્રાપ્ત થયેલ છે છતાં આજે આ પોલિસ સ્ટેશન માત્ર ક્વાટર્સમાં જ ચાલે છે નવીન પોલિસ સ્ટેશન માટે ઇસરી પંચાયત દ્વારા બે વાર જમીન ફાળવવામાં આવી જેમાં પહેલા પંચાયત ના સર્વે નંબર 772 માં જમીન ફરવાઈ પરંતુ જમીન ઓછી પડતા ફરીથી સર્વ નંબર 782 ફરવાયો આમ છતાં બે વાર જમીન ની ફાળવણી કરાઈ છે છતાં પોલિસ સ્ટેશન કેમ નથી બનતું એ સવાલ ઉભો છે ત્યારે આ બાબતે ગામના આગેવાનો તેમજ અગ્રણીઓ એ ગાંધીનગર જઈને રજુઆત કરી છે છતાં હજુ સુધી ઇસરી પોલિસ સ્ટેશન નવીન મકાન માટે જંખી રહ્યું છે
ઇસરી પોલિસ સ્ટેશન ની વાત કરીયે તો હાલ 70 થી વધુ ગામનો સમાવેશ ઇસરી પોલિસ સ્ટેશનમાં છે, 35 થી વધુનો સ્ટાફ હાલ ઇસરી પોલિસ સ્ટેશન ખાતે ફરજ બજાવી રહ્યો છે પરંતુ નવાઈ ની વાત એ છે કે ઇસરી પોલિસ સ્ટેશન નો દરજ્જો પ્રાપ્ત થયો હોવા છતાં હજુ સુધી નવીન પોલિસ સ્ટેશન નથી બની રહ્યું ત્યારે આ બાબતે ક્યાં ને ક્યાંક વહીવટી તંત્ર તેમજ જવાબદાર અધિકારીઓ નુ જાણે ધ્યાન ન હોય તેવું હાલ તો ઇસરી પોલિસ સ્ટેશન જોઈને લોકોમાં ચર્ચા જામી છે બીજી બાજુ પંચાયત દ્વારા પણ બે વખત જમીન આપવામાં આવી છતાં કેમ પોલિસ સ્ટેશન નથી બનતું તે સવાલ ઉભો થયો છે ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર જાગે અને ઝડપથી નવીન પોલિસ સ્ટેશન બને તેવી સ્થાનિકો ની માંગ સેવાઈ રહી છે