મત ગણતરી પહેલા જ સોશ્યલ મીડિયામાં વિધાનસભાની પોરબંદરની બેઠકનું પરિણામ મતના આંકડા સાથે વાયરલ થતા આશ્ચર્ય સર્જાયું છે. તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.વિધાનસભાની ચૂંટણી નો પ્રથમ તબક્કો પૂરો થયો છે અને પોરબંદર તથા કુતિયાણા બેઠકમાં ચૂંટણી યોજાઈ હતી. ઇવીએમ મશીનમાં ઉમેદવારનું ભાવિ કેદ થયું છે. તા. 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી થશે. પરંતુ પોરબંદર વિધાનસભા સીટની ચુંટણીનું પરિણામ તા. 8 ના રોજ જાહેર થાય તે પહેલા જ પોરબંદરના સોશ્યલ મિડીયામાં અર્જુનભાઇ મોઢવાડીયા 2796 મતે વિજેતા બન્યા હોવાનું જાહેર કરી ઉમેદવારોને કેટલા મત મળ્યા તે અંગેના આંકડા સાથેની યાદી સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.

મહત્વની વાત એ છેકે, પોરબંદર વિધાનસભાના એકઝીટ પોલના નામે ફરતા થયેલા આ ફેક યાદીમાં કુલ મતદારો 266055 માંથી પડેલા મત 162665 દર્શાવવામાં આવ્યા છે. અને 61.14 ટકા મતદાન થયું છે, જેમાંથી અર્જુનભાઈ મોઢવાડીયાને 76385 અને બાબુભાઇ બોખીરીયાને 73589 મત મળ્યા હોવાનું જાહેર થયું છે. અને અર્જુનભાઇ મોઢવાડીયાને 2796 મતે વિજેતા જાહેર થાય છે તેમ જણાવ્યું છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવનભાઇ જુંગી 7532 મત અને નોટા ને 2967 મત મળ્યા છે.
તથા જેઠાભાઇ ચાવડાને 398, રમેશભાઇ ડાકીને 198, રાજેશભાઇ પંડયાને 278, રણમણભાઇ આેડેદરાને 179, લાખણશીભાઈ આેડેદરાને 289, પ્રકાશભાઇ ઉનડકટને 205, મનોજભાઇ બુધેચાને 478, મુકેશભાઇ પાંજરીને 167 મત મળ્યા છે. આ પ્રકારની યાદી જાહેર થતા શહેરમાં ભારે ચર્ચાઓ જાગી છે. મત પેટી ખુલ્લી નથી અને મત ગણતરી હજુ ગુરુવારે છે ત્યારે આ પ્રકારની યાદી આંકડા સાથે ફરતી થઈ છે જેથી આ અંગે તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઇ છે.