સરવેમાં વોટકટવા, મુસ્લિમ વોટ સિક્યોર, ઓર્ગેનાઈઝેશન સ્ટેન્ડિંગ, ન કહી શકાય તેમ જણાવવામાં આવ્યું હતું. માત્ર 12 ટકા લોકોએ કહ્યું કે ઓવૈસીનું સંગઠન વધી રહ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીએ 13 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે, એ તો સચોટ આંકડાઓ 8 તારીખે જ ખબર પડશે કે આ વોટ કટવા બનીને રહેશે કે પછી સંગઠન બનાવવા સક્ષમ બનશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામોમાં AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી વિશે ચોંકાવનારી વાત સામે આવી છે. ઓવૈસીએ રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી માત્ર 13 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા 1 ઉમેદવારે ફોર્મ પર પણ ખેંચ્યું હતું. ભાજપ વિરોધી પાર્ટીઓ ઓવૈસી પર વોટકટવા એ્ટલે કે, વોટ કાપનાર હોવાનો આરોપ લગાવી રહી છે. હવે એક્ઝિટ પોલના આંકડાઓ આવી ગયા છે જેથી આ અનુમાન પણ આ પ્રમાણે જોઈ શકાય છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પર ટાઈમ્સ નાઉ નવભારતના એક્ઝિટ પોલ અનુસાર, જનતાને પૂછવામાં આવ્યું હતું કે ‘ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં કેટલું મોટું પરિબળ બની ગઈ છે?’ જવાબ આપવા માટે ચાર વિકલ્પો જેમ કે, વોટકટવા, મુસ્લિમ વોટ સિક્યોર, ઓર્ગેનાઈઝેશન સ્ટેન્ડિંગ, ન કહી શકાય તેમ જણાવવામાં આવ્યું હતું. માત્ર 12 ટકા લોકોએ કહ્યું કે ઓવૈસીનું સંગઠન વધી રહ્યું છે.
ગુજરાતમાં ઓવૈસીની પાર્ટી કેટલું મોટું ફેક્ટર છે?
ટાઈમ્સ નાઉ નવભારત એક્ઝિટ પોલ અનુસાર
વોટકટવા – 30%
મુસ્લિમ મત મેળવ્યા – 22%
સંગઠન બની રહ્યું છે – 12%
કહી શકાતું નથી – 36%
22 ટકા લોકો માને છે કે ઓવૈસીને મુસ્લિમ વોટ મળ્યા છે
વોટ કટવાના સવાલ પર ઓવૈસી શું કહે છે?
એઆઈએમઆઈએમના વડા ઓવૈસી અવારનવાર ચૂંટણીની બહાર પણ ભાજપની બી ટીમ છે કે કેમ તેવા પ્રશ્નો સાથે ઝઝૂમતા જોવા મળે છે. તાજેતરના ઘણા મીડિયા ઇન્ટરવ્યુમાં ઓવૈસીએ આવા સવાલોના જવાબ આપ્યા છે. ઓવૈસીનું કહેવું છે કે તે પહેલા તો હું ગુજરાતમાં ચૂંટણી લડવા આવ્યો ન હતો, તો પછી કોંગ્રેસ ભાજપને કેમ નથી હરાવી શકતી?