આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહજી વાઘેલાએ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.
આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહજી વાઘેલાએ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહજી વાઘેલાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની બંન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થયેલ છે અને તા. ૮મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાવાની છે. આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં ચૂંટણી પંચની મત ગણતરીની ગાઇડ લાઇનની સમજણ આપવા બાબતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. મતગણતરીની પ્રક્રિયામાં ચૂંટણીપંચની ગાઇડ લાઇનનો અમલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર કટીબધ્ધ છે.
પ્રદિપસિંહજી વાઘેલાએ પત્રકારોના પ્રશ્નોના ઉત્તર આપતાં જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર શિસ્તને વરેલો હોય છે. જે કાર્યકર ગેરશિસ્તનું આચારણ કરે છે તેની ઉપર કાર્યવાહી કરવા માટે ભારતીય જનતા પાર્ટી ક્યારેય સમય બગાડતી નથી. આ ચૂંટણીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહની અધ્યક્ષત અને માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સૌથી વધુ લીડ, સૌથી વધુ વોટ શેર અને સૌથી વધુ સીટો મેળવી ભારતીય જનતા પાર્ટી તમામ રેકોર્ડ તોડવા જઇ રહી છે.