ચૂંટણી બાદ હવે ગુજરાતની જનતાની નજર 8મી ડિસેમ્બરે આવનારા પરિણામો પર ટકેલી છે.
વડોદરા જિલ્લા અને શહેરની 10 બેઠકોની મતગણતરી પોલીટેકનીક કોલેજ ખાતે યોજાશે. તો અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ, ગુજરાત કોલેજ અને પોલિટેકનિક કોલેજની તમામ 21 બેઠકોની ગણતરી થશે. આ સાથે મતગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ તરફ ભાવનગરની એન્જીનીયરીંગ કોલેજમાં મતગણતરી હાથ ધરાશે. બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગર પોલીટેકનીક કોલેજમાં મતગણતરી થવા જઈ રહી છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગત ચૂંટણી કરતા ધીમું મતદાન થયું
ચૂંટણી બાદ હવે ગુજરાતની જનતાની નજર 8મી ડિસેમ્બરે આવનારા પરિણામો પર ટકેલી છે. ગત ચૂંટણીની સરખામણીએ આ ચૂંટણીમાં ધીમુ મતદાન જોવા મળ્યું છે. 8મી ડિસેમ્બરે ખબર પડશે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કોણ લડશે.
એક્ઝિટ પોલના આંકડાઓ ભાજપ તરફી સામે આવી રહ્યા છે ત્યારે ભાજપ સત્તા ફરીથી 27 વર્ષની કાયમ રાખી શકે છે તો બીજી તરફ આપ અને કોંગ્રેસ એક્ઝિટ પોલની વિરુદ્ધમાં નિવેદનો આપી રહ્યા છે કે તેઓ મધુ મતોથી જીતશે ત્યારે ખરાખરીના આ જંગમાં 8 તારીખે જ ફેસલો થશે.