પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પણ ઇમરાનને ચેતવણી આપી છે કે તેઓ જનરલ અસીમ મુનીર વિરુદ્ધ કોઈ નકારાત્મક ટિપ્પણી ન કરે. સત્તામાંથી બહાર ગયા બાદથી ઇમરાન ખાન પાકિસ્તાન આર્મી પર નિશાન સાધી રહ્યા છે.
સેના પ્રમુખની સેવા વધારવાના કાયદા અંગે મુનીરે કહ્યું કે સંસદ કાયદો બનાવવા અંગે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. આ મામલો સેનાના અધિકારક્ષેત્રની બહારનો છે. તેમણે કહ્યું કે આર્મીનું કામ સરકાર સાથે ઈનપુટ શેર કરવાનું છે અને ઓર્ડર આપવાને બદલે તેમના આદેશોનું પાલન કરવાનું છે. અસીમ મુનીરે રાવલપિંડીના જનરલ હેડક્વાર્ટર ખાતે નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના નેશનલ સિક્યુરિટી વર્કશોપમાં આ વાત કહી.
બલૂચિસ્તાનમાં સેનાની ભૂમિકા ઓછી થશે
વર્કશોપ ખાસ કરીને બલૂચિસ્તાન સંબંધિત મુદ્દાઓ પર આધારિત હતી, તેથી મોટાભાગના સહભાગીઓ તે પ્રાંતના હતા. આ દરમિયાન રાજકીય બાબતો અને સેનાની ભૂમિકા પર પણ ચર્ચા થઈ હતી. બલૂચિસ્તાન અંગે તેમણે કહ્યું કે તેઓ ત્યાં સેનાની ભૂમિકાને ઓછી કરવાનો પ્રયાસ કરશે. મુનીરનું નિવેદન કે ‘સેનાની પ્રતિષ્ઠા સાથે સમજૂતી કરવામાં આવશે નહીં’ એ ઇમરાન ખાન માટે ચેતવણી છે.
સેના પર નિશાન સાધી રહ્યા છે ઇમરાન ખાન
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પણ ઇમરાનને ચેતવણી આપી છે કે તેઓ જનરલ અસીમ મુનીર વિરુદ્ધ કોઈ નકારાત્મક ટિપ્પણી ન કરે. સત્તામાંથી બહાર ગયા બાદથી ઇમરાન ખાન પાકિસ્તાન આર્મી પર નિશાન સાધી રહ્યા છે. તેમણે તેમના પર થયેલા જીવલેણ હુમલાનો આરોપ જે ત્રણ લોકો પર લગાવ્યો હતો, એમાંથી એક વરિષ્ઠ સૈન્ય અધિકારી હતા. તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં સેનાએ શરીફ પરિવાર જેવા લોકો સાથે મળીને સ્વતંત્ર સંસ્થાઓને નબળી પાડી હતી. તેમણે એવું વર્તન કર્યું કે તેઓ ‘કાયદાથી ઉપર’ હોય.