ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણની પ્રક્રિયા હવે તેના અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન, શ્રી રામ જન્મભૂમિ સ્થળ પર કરવામાં આવેલા ખોદકામમાં એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે. તેમાં ઘણી પ્રતિમાઓ અને સ્તંભોનો પણ સમાવેશ થાય છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ માહિતી આપી છે.
ચંપત રાયે સોશિયલ મીડિયા સાઇટ X પર એક ફોટો શેર કર્યો છે. તેમાં સ્તંભો, મૂર્તિઓ, પથ્થરો, શિલાલેખો દેખાય છે. આ સાથે માહિતી આપતા તેમણે લખ્યું કે, શ્રી રામ જન્મભૂમિમાં ખોદકામ દરમિયાન એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે. તેમાં ઘણી પ્રતિમાઓ અને સ્તંભોનો સમાવેશ થાય છે. તેમની આ પોસ્ટ બાદ મોટી સંખ્યામાં યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અવશેષો ગુર્જર પ્રતિહાર રાજવંશ તરફ નિર્દેશ કરે છે અને તેને સાચવવાની જરૂર છે.
જ્યારે કેટલાક યુઝર્સે લખ્યું કે, ઓવૈસી સાહેબ, કૃપા કરીને એકવાર જુઓ, તમારો દ્રષ્ટિકોણ બદલો, જ્યારે એકે લખ્યું કે, જે મૂર્તિઓ બતાવવામાં આવી રહી છે તે બૌદ્ધ પરંપરાની છે, બુદ્ધના મંદિરોમાંની મૂર્તિઓ આવી છે. વિવાદ થશે, આ બતાવશો નહીં. કોઈએ લખ્યું કે, પહેલા પણ સાબિત થઈ ગયું હતું, હવે વધુ પુરાવા મળ્યા છે, અયોધ્યામાં રામ મંદિર હતું અને બનશે. આ રામભૂમિ જ રહેશે.