ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ જીતનો સંપૂર્ણ શ્રેય પીએમ મોદીને આપવો જોઈએ. પટેલે જણાવ્યું કે શપથ ગ્રહણ 12 ડિસેમ્બરે થશે. આ દરમિયાન પીએમ મોદી અને અમિત શાહ હાજર રહેશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો બમ્પર વિજય થયો છે. પાર્ટી 150થી વધુ સીટો જીતતી જોવા મળી રહી છે. 1962માં ગુજરાતમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારથી કોઈપણ પક્ષની આ સૌથી મોટી જીત છે. આ પહેલા 1985માં કોંગ્રેસે 149 સીટો જીતી હતી.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે આ ભાજપની ઐતિહાસિક જીત છે. હું ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરું છું. હું નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યું કે પીએમ મોદીએ ભાજપને જીતવા માટે ખૂબ મહેનત કરી.
વધુમાં જાણવું હતું કે,આ જીતના શિલ્પી પીએમ મોદી છે. હું અમિત શાહનો આભાર વ્યક્ત કરું છું, તેમણે 33 જાહેર સભાઓ અને રોડ શો કર્યા.
કોંગ્રેસ અને આપ પર પ્રહાર કરતાં કહ્યું કે અહીં કોઈએ લખ્યું છે કે અમે જીતીશું. તો કોઈ કહેતું હતું કે પરિવર્તન આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતના પરિણામો સ્પષ્ટ છે.ચૂંટણી ગુજરાતીઓ લડી રહ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. અમે સંકલ્પ કર્યો હતો કે અમે ગુજરાતમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવીશું. અમે ગુજરાતની જનતા અને પીએમ મોદીનો આભાર વ્યક્ત કરીએ છીએ, જેમણે દિવસ-રાત કામ કરીને ભાજપને જીત અપાવી.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ જીતનો સંપૂર્ણ શ્રેય પીએમ મોદીને આપવો જોઈએ. પટેલે જણાવ્યું કે શપથ ગ્રહણ 12 ડિસેમ્બરે થશે. આ દરમિયાન પીએમ મોદી અને અમિત શાહ હાજર રહેશે.