સિનિયરો પોતાનો અંગત ખર્ચ જુનિયર વિદ્યાર્થીઓ પાછળ કરતા હતા. વિદ્યાર્થીને ધમકી પણ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવતી હતી. વિદ્યાર્થીને પોતાનું કામ પૂરું કરીને વોર્ડમાં જ દર્દીના પલંગ પર સૂવાની ફરજ પડાતી હતી.
વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં ઓર્થોપેડિક વિભાગના વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીના માતા-પિતાનો આરોપ છે કે કોલેજ શરૂ થયાના 10 દિવસમાં જ વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થતું હતું. તેમને રોજિંદા કામ માટે પણ હોસ્ટેલમાં જવા દેવામાં આવતા ન હતા.
સિનિયરો પોતાનો અંગત ખર્ચ જુનિયર વિદ્યાર્થીઓ પાછળ કરતા હતા. વિદ્યાર્થીને ધમકી પણ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવતી હતી. વિદ્યાર્થીને પોતાનું કામ પૂરું કરીને વોર્ડમાં જ દર્દીના પલંગ પર સૂવાની ફરજ પડાતી હતી.
આ ઘટનાની અસર વિદ્યાર્થી પર એવી થઈ કે વિદ્યાર્થીના મનમાં આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા. પોસ્ટ ગ્રેજ્યુએશન ઓર્થોપેડિક્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફરિયાદ કરી છે કે રેસિડેન્ટ, સેકન્ડ યર અને થર્ડ યર મેડિકલ સ્ટુડન્ટ્સે અયોગ્ય વર્તન કર્યું હતું. જેમાં અરજીમાં લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. સિનિયર્સ જુનિયર વિદ્યાર્થીઓને 11 કલાક કામ કરાવતા હતા.
આ સાથે જ્યુસ અને સિગારેટ પીવાના પૈસા પણ તેમની પાસેથી લેતા હતા. આખરે આ તમામ વાલીઓએ એન્ટી રેગિંગ કમિટીને ફરિયાદ કરી હતી. જે વિદ્યાર્થીઓ સામે આ આક્ષેપ કરવામાં આવ્યો છે તેમનો સંપર્ક થઈ શક્યો નથી.
ખાસ કરીને અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં પણ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓ પર ત્રાસ ગુજારવામાં આવતો હતો તેમાં ત્રણ જેટલા વિદ્યાર્થીઓને કોલેજમાંથી બેથી ત્રણ સેેમેસ્ટર માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. તેવામાં ફરી એકવાર બીજે મેડિકલ બાદ વડોદરામાં પણ આ પ્રકારે રેગિંગની ઘટના સામે આવી છે. વડોદરામાં પણ વાલીઓ દ્વારા આ મામલે એન્ટિ રેગિંગ કમિટીને ફરીયાદ કરાઈ છે.