ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર બોલીવૂડના હિસ્સામાં ૨૦ ટકાનું ગાબડું પડ્યું છે. પડેલો પાછલાં વર્ષોમાં બોલીવૂડને આ સૌથી મોટો ફટકો છે. આમીર, રણવીર કે અક્ષય કુમાર જેવા સ્ટાર્સ પણ બોલીવૂડની કોઈ મદદ કરી શક્યા નથી.
ભારતમાં સિનેમા એટલે બોલીવૂડ એવું સમીકરણ ઊંધું ચતું થઈ ગયું છે. ૨૦૧૯માં ભારતમાં કુલ બોક્સ ઓફિસ કલેક્શનમાં ૭૫ ટકા કલેક્શન બોલીવૂડ ફિલ્મોથી મળ્યું હતું. પરંતુ, ૨૦૨૨માં આ હિસ્સો ઘટીને ૫૧ ટકા જેટલો જ રહ્યો છે. મતલબ કે ભારતમાં હવે BRAHMASTRA બોક્સ ઓફિસ પર કુલ જેટલી ટિકિટસ વેચાય છે તેમાં બોલીવૂડનો ફાળો અડધોઅડધ જ રહ્યો છે. ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર બોલીવૂડના હિસ્સામાં ૨૦ ટકાનું ગાબડું પડ્યું છે. પડેલો પાછલાં વર્ષોમાં બોલીવૂડને આ સૌથી મોટો ફટકો છે.
આમીર, રણવીર કે અક્ષય કુમાર જેવા સ્ટાર્સ પણ બોલીવૂડની કોઈ મદદ કરી શક્યા નથી. બોલીવૂડમાં ફિલ્મોની વાર્તા કથનની શૈલી જૂની પુરાણી થઈ ગઈ છે. એક મોટો વર્ગ ઓટીટી પર વળી ચૂક્યો છે. ડબિંગ ઈન્ડસ્ટ્રી ખીલી ચુકી હોવાથી હવે હોલીવૂડ ફિલ્મો પણ હિંદીમાં તથા પ્રાદેશિક ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. બોલીવૂડમાં આ વખતે બ્રહ્માસ્ત્ર સૌથી વધુ ૨૫૭ કરોડ કમાઈ છે. ૨૦૦ કરોડથી વધુ કમાનારી અન્ય બે ફિલ્મોમાં ધી કાશ્મીર THE KASHMIR FILES ફાઈલ્સ તથા દૃશ્યમ ટૂ જ છે. બીજી તરફ કેજીએફ ચેપ્ટર ટૂ એ ૪૩૪ કરોડનું અને આરઆરઆરએ ૨૭૪ કરોડનું કલેકશન કર્યું છે.