અમદાવાદ: સોની સમાજની સંસ્થા શ્રી બ્રાહ્મણ સ્વર્ણકાર યુવા સંગઠન અમદાવાદ (રજીસ્ટ્રેશન નંબર A 3950/અમદાવાદ) દ્વારા ૧૩ વર્ષના કાર્યકાળ દરમિયાન ૯૮ સફળ કાર્યક્રમો સમાજ વિકાસ અને શિક્ષણ જાગૃતિ માટે થયા છે.
રવિવાર, તારીખ ૮મી જાન્યુઆરી ના રોજ ૯૯મો ભવ્ય, અત્યાધુનિક શૈક્ષણિક ૧૨મો વિદ્યાર્થી સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ અમદાવાદ ખાતે દિનેશ હૉલમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમનો શુભારંભ રાષ્ટ્રગાન અને અતિથિ વિશેષ ના કર કમલોથી દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવ્યું હતું જ્યારે મંચ પર ઉપસ્થિત મહાનુભાવોનું વક્તવ્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી હતું. ધોરણ ૫ થી ઉચ્ચ સ્નાતક સુધી ઉતીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને મંચ પરથી શિલ્ડ, પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જે બાળકો વિજેતા કેટેગરીમાં જોડાઈ ન શક્યા તે તમામ ને આશ્વાસન રૂપી ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પરિવાર પરિચય માટે, પાસ થયેલા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાના પરિવારના ફોટા સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યા હતા, જે આ વખતે નવીન કાર્ય હતું.
બધા વિદ્યાર્થીઓ સૂટ/બ્લેઝરમાં હતા. સમાજના બાળકો અને યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સોની સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
આણંદની વાત એ હતી કે હિંમતનગર, ઈડર, કલોલ, ઉદેપુર, કુક્ષી, સુરત, જાલોર, ભીનમાલ અને વિવિધ શહેરોના આગેવાનોની હાજરીએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો અને કાર્યક્રમના અંતે ઉપસ્થિત સમાજના દરેક લોકો સાથે મળીને ભોજન બાદ વિદાય લીધી હતી. સંગઠન દ્વારા આ સમાજ માટે નોંધપાત્ર કાર્યક્રમમાં સમાજ અને સંગઠનના લોકોએ મોટી સંખ્યા માં હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેવી માહિતી સંગઠનના પ્રચાર મંત્રી નરેશભાઈ સોની, શ્રી બ્રાહ્મણ સ્વર્ણકાર યુવા સંગઠન અમદાવાદ ટીમ તથા સંપર્ક સૂત્ર કમલેશકુમાર જે સોની દ્વારા આપવામાં આવી હતી.
ન્યૂઝ રિપોર્ટર: પરબતકુમાર સુથાર – ગુજરાત પહેરેદાર, અમદાવાદ