સરકારે આર્થિક રીતે નબળી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે જ પીએમ માતૃત્વ વંદના યોજના શરૂ કરી હતી. પરંતુ આજે પણ ઘણી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકતી નથી. હા, આપને જણાવી દઈએ કે પીએમ માતૃત્વ યોજના હેઠળ સરકાર દ્વારા તમને 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
ફક્ત પરિણીત મહિલાઓને મળશે લાભ
આપને જણાવી દઈએ કે, પીએમ માતૃત્વ વંદના યોજના ખાસ કરીને પરિણીત મહિલાઓને લાભ આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય સગર્ભા મહિલાઓને આરોગ્ય સંબંધિત યોગ્ય સુવિધાઓ પૂરી પાડવાનો છે. ગર્ભાવસ્થા દરમિયાન તેમને ખોરાક સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો ન જોઈએ. તેના માટે માત્ર કેન્દ્ર સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવી હતી. પાત્રતા ધરાવતી મહિલાને ત્રણ તબક્કામાં 6 હજાર રૂપિયાની રકમ પ્રાપ્ત થાય છે. રૂપિયા સીધા મહિલાના બેંક ખાતામાં પહોંચે છે. આપને જણાવી દઈએ કે, દર વર્ષે લાખો બાળકો કુપોષણનો શિકાર બને છે. સમસ્યાના નિરાકરણ માટે સરકારે આવી યોજના શરૂ કરી હતી.
આવી રીતે મળે છે રકમ
પ્રથમ તબક્કામાં સરકાર ગર્ભવતી મહિલાઓને 1 હજાર રૂપિયાનું સહાયક ભંડોળ પૂરું પાડે છે. બીજા તબક્કામાં 2 હજાર રૂપિયા, ત્રીજા તબક્કામાં 2 હજાર રૂપિયા અને બાળકના જન્મ પર 1 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. યોજના માટે અરજી https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana ની મુલાકાત લઈને અને બધી માહિતી એકત્ર કરીને અરજી કરી શકાય છે. આ ઉપરાંત ધ્યાનમાં રાખો કે માત્ર પરિણીત મહિલાઓએ જ આ યોજના માટે અરજી કરવી જોઈએ. જેમની ઉંમર 19 વર્ષથી ઉપર છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો દ્વારા મહિલાઓને પગભર થવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે.