5 સભ્યોની શિસ્ત સમિ નિમવામાં આવી હતી. જેમની પાસે પક્ષ વિરોધી મોટી ફરીયાદો મળી હતી. શિસ્ત સમિતીઓ આ ફરીયાદોના આધારે એકી ઝાટકે 33 નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.
ગુજરાતમાં કોંગ્રેસ હાર બાદ હરકતમાં આવી છે.કોંગ્રેસમાં રહીને કેટલીક પક્ષ વિરોધીઓ પ્રવૃત્તિઓ નેતાઓની સામે આવી હતી. ત્યારે આ મામલે કોંગ્રેસ હાઈકમાન્ડના ઈસારે એક સમિતી બનાવવામાં આવી હતી. જે સમિતીએ હાર બાદ કડકાઈ દાખવી છે અને કોંગ્રેસના મોટા હોદ્દા પર રહેલા નેતાઓ જ સસ્પેન્ડ કરી દીધા છે. આમ કોંગ્રેસ હવે ગુજરાતમાં પક્ષની અંદર કડકાઈ દાખવી રહી છે.
કોંગ્રેસને 182માંથી 17ને બાદ કરતા તમામ સીટો ગુમાવતા હવે કાર્યવાહી કરવાનું સૂઝી રહ્યું છે. જો કે, આ દાખલો બેસાડી આગામી સમયમાં કોઈ આ પ્રકારની હરકત ના કરે જેથી આ કાર્યવાહી દાખલો બેસાડવા માટે કરવામાં આવી રહી છે.
95 સામે ફરીયાદ કોંગ્રેસ શિસ્ત સમિતીને મળી હતી
5 સભ્યોની શિસ્ત સમિ નિમવામાં આવી હતી. જેમની પાસે પક્ષ વિરોધી મોટી ફરીયાદો મળી હતી. શિસ્ત સમિતીઓ આ ફરીયાદોના આધારે એકી ઝાટકે 33 નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે. ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ નહીં ચલાવી લેવામાં આવે તેવો મેસેજ પણ કોંગ્રેસે આપ્યો છે. 95 સભ્યો સામે ફરીયાદ કોંગ્રેસની શિસ્ત સમિતીને મળી હતી.
આ મોટા નેતાઓ સસ્પેન્ડ કરાયા
સુત્રો તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરેન્દ્રનગરના કોંગ્રેસના પ્રમુખ રૈયાભાઈ રાઠોડ કે જેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી પણ આ પ્રકારે ફરીયાદો સામે આવી હતી. નર્મદા જિલ્લાના પ્રમુખ હરેન્દ્ર વાણંદને પણ સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત અન્ય નેતાઓમાં બે જિલ્લાના પ્રમુખ અને 1 પૂર્વ પ્રમુખને સસ્પેન્ડ કરાયા ઉપરાંત એક પૂર્વ ધારાસભ્યને પણ પાણીચું પકડાવી દીધું છે.
6ના હોદ્દાઓ પરત લેવાયા, 18ને રુબરુ બોલાવાશે
6 મોટા જિલ્લા કક્ષાના નેતાઓના હોદ્દાઓ પરત લેવામાં આવ્યા છે આ ઉપરાંત અન્ય 18ને રુબરુ બોલાવવામાં આવ્યા છે. આ નેતાઓને રુબરુ બોલાવીને કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવામાં આવશે. કેટલાક વર્ષ માટે હજુ વધુ નેતાઓચ સસ્પેન્ડ કરવામાં આવશે.