વડોદરા શહેરના ગોત્રી જલારામ મંદિર પાસે આવેલા ચંદ્રમૌલેશ્વર સોસાયટીના એક મકાનમાં આ આગ લાગી હતી. જ્યારે નયનાબેન તેમના પૂત્રને લઈને ઘરે આવ્યા ત્યારે તેમણે દરવાજો ખોલીને સ્વિચ ઓન કરી તેવામાં જ વિસ્ફોટ થયો હતો.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલી ચંદ્રમૌલેશ્વર સોસાયટીના મકાન નંબર બી-18માં રહેતા પરિવારના સભ્યો ઘરને તાળું મારી બહાર નીકળી ગયા હતા. દરમિયાન સાંજના સમયે નયનાબેન બારોટ તેમના ત્રણ વર્ષના પુત્ર દેવાંગ સાથે ઘરે આવ્યા હતા ત્યારે જોરથી ધડાકો થતાં દરવાજો ખોલી લાઈટ ચાલુ કરી હતી. ઘરમાં પણ આગ લાગી હતી. બીજી તરફ ઘટના અંગે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડે વોટર કેનનનો ઉપયોગ કરીને આગને કાબુમાં લીધી હતી. ગેસ લીક થવાના કારણે આગ લાગી હોવાનું પ્રથમ દ્રષ્ટીએ જાણવા મળી રહ્યું છે.