BSNLની IPTV સર્વિસ શરૂ કરવામાં આવી છે. ઉલ્કા ટીવી બ્રાન્ડ હેઠળ IPTV સર્વિસ પૂરી પાડવામાં આવશે. આ બ્રાન્ડ સિટી ઓનલાઈન મીડિયા પ્રાઈવેટ લિમિટેડ હેઠળ આવે છે. નવી IPTV સર્વિસમાં, કંપની 1000થી વધુ ટીવી ચેનલો ઓફર કરશે. નવા અને જૂના કસ્ટમર્સ આનો લાભ લઈ શકશે.
ટેલિકોમ ટોકના અહેવાલ મુજબ, IPTV સર્વિસ ઉલ્કા ટીવી બ્રાન્ડ હેઠળ પ્રોવાઇડ કરવામાં આવશે. આ બ્રાન્ડ સિટી ઓનલાઈન મીડિયા પ્રાઈવેટ લિમિટેડ હેઠળ આવે છે. નવી IPTV સર્વિસમાં, કંપની 1000 થી વધુ ટીવી ચેનલો ઓફર કરશે.
આ માટે બ્રોડબેન્ડ કનેક્શન હોવું જરૂરી છે. રિપોર્ટ અનુસાર BSNL બ્રોડબેન્ડ કસ્ટમર્સએ અલગ-અલગ ટીવી અને બ્રોડબેન્ડ કનેક્શન લેવાની જરૂર રહેશે નહીં. ચેનલની એક્ઝિટ લિસ્ટ હજુ સુધી કન્ફર્મ કરવામાં આવી નથી. પરંતુ, આવનારા સમયમાં કંપની તેના વિશે વધુ માહિતી શેર કરશે.
IPTV શું છે?
તમને જણાવી દઈએ કે IPTV અથવા ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલિવિઝન એક ઓનલાઈન સર્વિસ છે. આ સાથે, યુઝર્સ તેમના ટીવી અથવા સ્માર્ટફોન પર કન્ટેન્ટ અને લાઇવ ટીવી સ્ટ્રીમ કરી શકે છે. બીએસએનએલના કિસ્સામાં, આ સર્વિસ ઉલ્કા ટીવી હેઠળ આપવામાં આવશે. આ માટે ઉલ્કા ટીવી એપ છે જેને ટીવી કે સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકાય છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે BSNLએ આ સર્વિસ માત્ર આંધ્ર પ્રદેશમાં જ શરૂ કરી છે. જો કે આગામી સમયમાં તેને અન્ય સ્થળોએ પણ રજૂ કરવામાં આવી શકે છે. BSNLના નવા અને જૂના બંને કસ્ટમર્સ આ સર્વિસનો લાભ લઈ શકે છે.
આ સિવાય રેલટેલ દ્વારા IPTV સર્વિસ પણ આપવામાં આવશે. આ માટે કંપનીએ સિટી ઓનલાઈન મીડિયા સાથે પણ ભાગીદારી કરી છે. RaiWire સિટી ઓનલાઈન મીડિયા દ્વારા યુઝર્સને IPTV સર્વિસ પ્રોવાઇડ કરશે. આ માટે યુઝર્સને ઓપ્શન આપવામાં આવશે.
BSNL તેના કસ્ટમર્સને જાળવી રાખવાં તેમજ નવા કસ્ટમર્સને આકર્ષવા માટે આગામી દિવસોમાં નવી યોજનાઓ પણ લાવવાની તૈયારી કરી રહ્યું છે.