બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની સૌથી વધુ 5,212 જગ્યાઓ છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફમાં 4450 જગ્યાઓ ખાલી
જો કે, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની સૌથી વધુ 5,212 જગ્યાઓ છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફમાં 4450 જગ્યાઓ ખાલી છે. તેમ વિગતો સામે આવી હતી. ખાસ કરીને પોલીસ ભરતી પ્રક્રીયા મોટાપાયે થતી હોય છે ત્યારે અગાઉ પણ ચૂંટણી પહેલા પરીક્ષા લેવામાં આવી છે.
લોક રક્ષમક દળની પરીક્ષાની લેખિત પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજવામાં આવી હતી. ભરતીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. એલ.આર.ડી.ની 10,459 જગ્યા માટે ભરતી જાહેર કરાઇ હતી.
બિન હથિયારી કોન્સ્ટેબલની 5212 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. હથિયારી કોન્સ્ટેબલની 797 અને એસ.આર.પી. કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતીની પરીક્ષા લેવાઈ હતી. એપ્રિલ મહિનામાં 2.94 લાખ રાજ્યના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પોલીસ ભરતીમાં અગાઉ પરીક્ષા યોજાયા બાદ ખાલી જગ્યાને લઈને આજે વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં સવાલ કરાયો હતો.