રાજ્યના વિવિધ જિલ્લાઓ સહીત અમદાવાદ અને ગાંધીનગરમાં 16 જુલાઈથી ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થતા ફરી એકવાર વરસાદ ગુજરાતને ઘમરોળશે.
પાટનગર તેમજ અમદાવાદમાં 16 જુલાઈ બાદ સારો એવો વરસાદ પડશે. જો કે, રાજ્યભરમાં તારીખ 16થી 19 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ફરીથી વરસાદી રાઉન્ડ શરુ થશે તેમાં પણ સાયક્લોનિક સર્ક્લુલેશન એક્ટિવ થઈ ચૂક્યું છે. ત્યારે ફરી એકવાર વરસાદી માહોલ જામશે. આ વખતે ચોમાસું શરુ થયા બાદ થોડા દિવસ વિરામ ફરી એકવાક વરસાદી માહોલ જામશે.
અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે. તેવામાં તારીખ 16 જુલાઈથી સાંબેલાધાર વરસાદ નોંધાઈ શકે છે.
રાજ્યમાં 4થી 5 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. તેમાં પણ અમરેલી, ભાવનગર, બોટાદ, ભાવનગરમાં આ માહોલ જોવા મળશે. જો કે, 16 તારીખ બાદ 4 દિવસ સુધી ભારે વરસાદ સાયક્લોનિક સર્ક્યુંલેશન એક્ટિવ થતા જોવા મળશે. જો કે. બીજી તરફ રાજ્યમાં સિઝનનો 60 ટકા સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ સિઝનનો 86 ટકા વરસાદ પડી ચૂક્યો છે.