અહીં મોડી રાતથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પૂર્વ વિસ્તારમાં વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું હતું.
ખાસ કરીને અહીંના નારોલ,અસલાલી,લાંભા,મણિનગર,ઈસનપુર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.આ બનાવને પગલે સમગ્ર શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.વરસાદને કારણે રોડ રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યાં હતા.અચનાક જ વાતાવરણમાં પલટા સાથે વરસાદ પડતા લોકો પણ ચોકી ઉઠ્યા હતા.
આજે સવારના સમયે ઇસનપુર વિસ્તારમાં આદિવાસી ભીલ સમાજના સમૂહગાનમાં વરસાદ પડ્યો હતો.અહીં સમુહલગ્ન ચાલુ હોવાને કારણે વરસાદને લીધે લોકોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી.
લોકો થાળીઓ લઈને નાસભાગ કરતા જોવા મળ્યા હતા.અચાનક પડેલા વરસાદને કારણે લોકોનું જીવન પ્રભાવિત થયું હતું.
ગત રાત્રિના સમયથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.ખાસ કરીને સૌરાષ્ટના અમરેલી,ભાવનગર સહિતના વિસ્તારો તો ભરૂચ,વડોદરામાં પણ વરસદ પડ્યો હતો. જોકે હવે ધીમે-ધીમે વેસ્ટન ડિસ્ટબન્સની અસર સમગ્ર રાજ્ય પર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે.