આજે PM નરેન્દ્ર મોદીએ સંસદ ભવનમાં વિપક્ષી સાંસદોને બજેટ સત્ર 2023માં સામેલ થવાની મોટી અપીલ કરી છે. સત્ર પહેલા પીએમએ વિપક્ષી સાંસદોને હસીને કહ્યું કે વિવાદ થવો જોઈએ પણ ચર્ચા પણ થવી જોઈએ. PMએ સત્ર પહેલા વિપક્ષી સાંસદોને હળવા સ્મિત સાથે ઈશારામાં ઘણું બધું કહી દીધું. પીએમ મોદીએ કહ્યું કે આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. શરૂઆતમાં જ અર્થ જગતમાં જેમના અવાજની માન્યતા હોય છે, એવો અવાજ ચારે બાજુથી સકારાત્મક સંદેશ લઈને આવી રહ્યો છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનને લઈને સાંસદોને પણ મોટી અપીલ કરી. પીએમ મોદીએ કહ્યું કે જેમ આપણે નવા સાંસદોને ધ્યાનથી સાંભળીએ છીએ, તેવી જ રીતે રાષ્ટ્રપતિ પહેલીવાર બંને ગૃહોને સંબોધશે અને આપણે તેમનું ભાષણ ધ્યાનથી સાંભળવું જોઈએ.
નારી સન્માનનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું કે આજે ઉત્સાહનો અવાજ લઈને આવી રહ્યા છે. આજે એક મહત્ત્વપૂર્ણ પ્રસંગ છે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિના આજે પહેલીવાર સંયુક્ત ગૃહને સંબોધશે. આજે મહિલાઓનું સન્માન કરવાનો પણ પ્રસંગ છે. દૂરના જંગલોમાં જીવન પસાર કરતા આપણા દેશના મહાન આદિવાસીઓનું સન્માન કરવાનો સમય છે. માત્ર સાંસદો માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે કે ભારતના રાષ્ટ્રપતિનું આજે પ્રથમ સંબોધન થઈ રહ્યું છે.
સાંસદોને રાષ્ટ્રપતિ માટે કરી અપીલ
આજે રાષ્ટ્રપતિનું પ્રથમ સંબોધન છે, તમામ સાંસદો વતી ઉમંગ, ઉત્સાહ અને ઉર્જાથી ભરેલી આ ક્ષણ હોય. મને વિશ્વાસ છે કે તમામ સાંસદો આ કસોટી પર ખરા ઉતરશે. આપણા દેશના નાણામંત્રી પણ મહિલા છે. તે આવતીકાલે સામાન્ય બજેટ લઈને સંસદમાં આવશે. આજની વૈશ્વિક પરિસ્થિતિમાં ભારતના ભજેંટ પર ન માત્ર ભારતનું પણ આખા વિશ્વનું ધ્યાન છે. ડામાડોળ વિશ્વની આર્થિક સ્થિતિમાં ભારતનું બજેટ ભારતના સામાન્ય લોકોની આશાને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે જ પરંતુ વિશ્વ જે આશાનું કિરણ જોઈ રહ્યું છે, તે કદાચ વધુ ઉજળું જોવા મળશે. મને ખાતરી છે કે નિર્મલાજી આ આશાઓને પૂર્ણ કરવા માટે પૂરા પ્રયત્નો કરશે.
દલીલ થાય, પણ ચર્ચા પણ થવી જોઈએ
સૌથી પહેલા દેશ, સૌથી પહેલા દેશવાસીઓ, એ જ ભાવનાને આગળ લઈ જતા આ બજેટ સત્રમાં પણ દલીલો થશે, પરંતુ ચર્ચાઓ પણ થવી જોઈએ, મને વિશ્વાસ છે કે વિપક્ષના તમામ મિત્રો ઘણી તૈયારી સાથે, ઘણો અભ્યાસ કરીને તેમના મંતવ્યો ગૃહમાં રજૂ કરશે. ગૃહ દેશના નીતિ ઘડતરમાં ખૂબ સારી રીતે ચર્ચા કરીને અમૃત તારવશે અને દેશનું કામ થશે.