મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોની સુવિધા અર્થે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડાયરેકટર યોગેન્દ્રસિંહ પઢિયારે વિવિધ સુચનો કર્યા છે
જેમાં એસટીની મીની બસોને જિલ્લા પંચાયત સામેના મેદાન સુધી ચલાવવા અને યોગ્ય ભાડું નિયત કરવા કામ ચલાવો ઉતારાઓ દર વર્ષની જેમ તેની નિયત જગ્યાએ જ ફાળવવા અને લાઇટિંગ પાણી અને ગટરના જોડાણો સત્વરે આપી દેવા ઉતારા સંચાલકો પાસેથી સફાઈ પાણીના વેરા ન ઉઘરાવવા વન વિસ્તારમાં ઊભા થતા ઉતારાઓને બિનજરૂરી કનડગત ન થાય તે જોવું વહીવટી તંત્ર દ્વારા યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોને અગ્રતા આપવી ભવનાથ મંદિર તથા અન્ય અખાડાના ભવનોને લાઈટ પાણી મંડપ સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવી રવેડીના જીવંત પ્રસારણમાં શહેર વિસ્તારને પણ આવરી લેવામાં આવે મેળાનો બહારના ભાવિકો લાભ લઇ શકે એ માટે એક્સ્ટ્રા બસો અને ટ્રેન દોડાવવા ટ્રાફિક નિયમન માટે અનુભવી પોલીસ અધિકારીને ફરજ સોપવા ગિરનાર પર્વત પરની બંધ લાઇટો રોશનીથી ઝળહળતી કરવા દામોદર કુંડ પાસે અસ્થાયી પોલીસ ચોકી ઉભી કરવા અને આ વિસ્તારમાં સ્વચ્છતા પ્રત્યે ખાસ ધ્યાન અપાય તેમજ લાઇટ પાણીની સુવિધા પણ ઉભી કરવી અને મેળા સ્થળે વાઇફાઇ સુવિધાવાળો મીડિયા સેન્ટર ઊભું કરવા સહિતના સૂચનો કર્યા છે