પોરબંદરના સોઢાણા ગામના ખેડૂત ગજુભાઇ કારાવદરા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ગોબરધન પ્રોજેકટ હેઠળ રૂા.૫ હજાર લોકફાળો ભરી રૂા. ૪૨ હજાર ની કિમતનો વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરીને વિનામૂલ્યે ઘર વપરાશ માટે ગેસ મેળવે છે. જેમાં ૩૭ હજાર રકમ સરકાર દ્વારા સબસીડી આપવામાં આવી છે. સ્વચ્છ ભારત મીશન (ગ્રામીણ) યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારના ૨ કે તે તેથી વધુ પશુ ધરાવતા કુટુંબો પોતાના ઘરે બાયોગેસ પ્લાન ફીટ કરાવે તે માટે સરકાર દ્રારા સબસીડી આપવામાં આવે છે. આ અંગે લાભાર્થી ખેડૂત પશુપાલક ગજુભાઇએ કહ્યુ કે, સરકારની આ યોજનાથી ગેસના પૈસાની બચત થાય છે. આ ઉપરાંત ગોબર વેસ્ટ નથી જતુ એક વાર વપરાયેલ ગોબરનો જમીનમાં ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. હું પોતે પ્રાકૃતિક ખેતીમાં આ ગોબરની (સ્લરી) રાબડીનો ઉપયોગ કરુ છું. એટલે ગેસ મેળવવાની સાથે જમીનની ફળદ્રુપતા માટે ગોબરની રાબડી ઉપયોગી બને છે.
પોરબંદરના સોઢાણા ગામના ખેડૂત ગજુભાઇ કારાવદરા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ગોબરધન પ્રોજેકટ હેઠળ રૂા.૫ હજાર લોકફાળો ભરી રૂા. ૪૨ હજાર ની કિમતનો વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરીને વિનામૂલ્યે ઘર વપરાશ માટે ગેસ મેળવે છે. જેમાં ૩૭ હજાર રકમ સરકાર દ્વારા સબસીડી આપવામાં આવી છે. સ્વચ્છ ભારત મીશન (ગ્રામીણ) યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારના ૨ કે તે તેથી વધુ પશુ ધરાવતા કુટુંબો પોતાના ઘરે બાયોગેસ પ્લાન ફીટ કરાવે તે માટે સરકાર દ્રારા સબસીડી આપવામાં આવે છે. આ અંગે લાભાર્થી ખેડૂત પશુપાલક ગજુભાઇએ કહ્યુ કે, સરકારની આ યોજનાથી ગેસના પૈસાની બચત થાય છે. આ ઉપરાંત ગોબર વેસ્ટ નથી જતુ એક વાર વપરાયેલ ગોબરનો જમીનમાં ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. હું પોતે પ્રાકૃતિક ખેતીમાં આ ગોબરની (સ્લરી) રાબડીનો ઉપયોગ કરુ છું. એટલે ગેસ મેળવવાની સાથે જમીનની ફળદ્રુપતા માટે ગોબરની રાબડી ઉપયોગી બને છે. દિવસમાં ફક્ત એક બે બકડીયા ગોબર અને પાણી મીક્ષ કરીને ગેસ ઉત્પન કરવામાં આવે છે. અને આખા દિવસનું જમવાનું, ગરમ પાણી બધુ જ ગોબર ગેસમાથી પકાવવામાં આવે છે. આ તકે હું અન્ય ખેડૂતો અને પશુપાલકોને પણ અપીલ કરુ છું કે, તમે પણ ગોબરધન યોજનાનો લાભ લો અને દર મહિને ગેસના બાટલા ભરાવવામાથી છુટકારો મેળવો. આ તકે ગજુભાઇએ સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સ્વચ્છ ભારત મીશન (ગ્રામીણ) યોજના હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્રારા આ કલસ્ટર બેઇઝ વ્યક્તિગત ૨૦૦ બાયોગેસ પ્લાન્ટ માટે કામગીરી કરવામાં આવે છે. આ યોજનાથી પશુપાલન વ્યવસાયને પણ ઉત્તેજન મળે છે. તથા ગોબરનો ઉપયોગ ખોરાક પકાવવા માટે લેવાની સાથે એ જ ગોબરની રાબડી જમીનની ફળદ્રુપતા માટે પણ ઉપયોગી બને છે. આ કુદરતી ગેસ સંપુર્ણ સુરક્ષિત અને સલામત છે. પોરબંદર તાલુકાના અડવાણા, સોઢાણા, ફટાણા, શીંગડા, ખાંભોદર અને બગવદર ગામોમાં કલસ્ટર બેઝ વ્યકિતગત બાયોગેસ પ્લાન્ટ ઇન્સટોલ કરવામાં આવી રહયા છે. હાલ ૭૦ જેટલા લાભાથીઓને ઘરે ગેસ ઇન્ટોલેશન કરવામાં આવેલ છે. જેનો ઉપયોગ લાભાર્થીઓ દ્વારા ઘર વપરાશની રસોઇ બનાવવા માટે તેમજ સ્લરીનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રોજેકટને સફળ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી, પોરબંદર અને નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન જહેમત ઉઠાવવામાં આવી છે.