અમદાવાદ- કોર્પોરેશનનું 9,482 કરોડ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ડ્રાફ્ટ બજેટ કરતા કેટલીક સુવિધાઓને ધ્યાનમાં રાખી બજેટમાં આ વખતે 1082 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
આજે અમદાવાદ કોર્પેોરેશનનું 2023-24નું જનરલ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ડ્રાફ્ટ બજેટ કરતા વધુ બજેટ આ વખતે રજૂ કરાયું છે. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સ્ટેન્ડિગ ચેરમેન દ્વારા આ બજેટ રજૂ કરાયું હતું. ગઈકાલે સૂચનો તમામ કોર્પોરેટરના મેળવવામાં આવ્યા હતા ત્યાર બાદ આ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે.
1082 કરોડના વધારા સાથે બજેટ રજૂ
1082 કરોડના વધારા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાગરીકોને અપાતી કેટલીક સુવિધાઓને લઈને સુધારા બજેટમાં દરખાસ્ત મુકવામાં આવી છે. વરસાદી પાણી ભરાતા અધ્યતન ટેકનોલોજી લવાશે, જે માટે 250 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ઓલિમ્પિક આયોજન માટે સ્ટેડીયમના નવીનિકરણ માટે 25 કરોડ ખર્ચવામાં આવશે.
ગત વર્ષે 696 કરોડનો વધારો કરાયો હતો
વર્ષ 2022-23 માટે તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર દ્વારા રૂ.8111 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં સ્થાયી સમિતિની બજેટ બેઠકમાં રૂ.696 કરોડના વધારા સાથે કુલ રૂ.8807 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
એડવાન્સ ટેક્સ ભરનારને 13 ટકા રીબેટ
ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરનારને 13 ટકા રીબેટ આપવામાં આવશે. 3 વર્ષનો એડવાન્સ ટેક્સ ભરનારને 14 ટકા રીબેટ આપવામાં આવશે. ઓનલાઈન ટેક્સ ભરવાથી ફાયદો પણ જે તે ધારકને મળશે.
મનપા નવી જંત્રી પ્રમાણે ટેક્સ નહીં લે, 3 વર્ષ સુધી રાહત આપવામાં આવી
પ્રોપર્ટી ટેક્સમાં મનપા નવી જંત્રી પ્રમાણે ટેક્સ નહીં લે પ્રોપર્ટી ટેક્સમા નવી જંત્રીનો અમલ આગામી ત્રણ વર્ષ સુધી નહીં રહે એટલે કે જૂની જંત્રી પ્રમાણે જ ટેક્સ લેવામાં આવશે. શહેરમાં નવી જંત્રી પ્રમાણે ટેક્સ વસૂલવાને લઈને ચિંતા હતી ત્યારે તેમાંથી મોટી રાહક આપવામાં આવી છે.