આ મામલે દોઢ લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરાયાની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.
માહિતી મુજબ, હરણી અકોટા વિસ્તારમાં આવેલી શ્રેણિક પાર્ક સોસાયટીમાં રહેતા મદનમોહન શર્માના પુત્રી આશાના લગ્ન પ્રસંગનું આયોજન હરણી વિસ્તારમાં આવેલા નક્ષત્ર પાર્ટી પ્લોટમાં કરાયું હતું. જોકે આ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે રાત્રે લગભગ દસ વાગ્યાની નજીક એક ટાબરિયો આવ્યો હતો અને નવવધૂને આપવામાં આવેલ ભેટ સોગાદો અને સોના-ચાંદીના દાગીના, રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઇ ગયો હતો.
સગીર દાગીના ચોરી કરતા સીસીટીવીમાં દેખાયો
આ મામલે દોઢ લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરાયાની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ આદરી હતી. તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં સગીર દાગીના અને રોકડ ભરેલ બેગ લઇને જતો દેખાય છે. આ મામલે પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. ચોરો દ્વારા હવે પોતાને કાયદાના સકંજામાંથી બચાવા માટે આવી ચોરીઓ માટે સગીરોનો ગેરફાયદો ઊઠાવવામાં આવતો હોય તેવી શંકા સેવાઈ છે.