15મી વિધાનસભાનું એક દિવસીય પ્રથમ સત્ર આજે યોજે ગૃહમાં મળી રહ્યું છે.
નવી સરકાર 2022માં અસ્તિત્વમાં આવી છે ત્યારે પ્રથમ સત્ર આજે એક દિવસનું ગૃહમાં મળ્યું છે. ગૃહમાં ટૂંક સમયમાં સત્ર શરુ થઈ રહ્યું છે ત્યારે એક પથી એક નેતાઓ ગૃહમાં પહોંચ્યા છે. ગઈકાલે 182 વિધાનસભામાંથી ધારાસભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. 15મી વિધાનસભાનું એક દિવસીય પ્રથમ સત્ર આજે યોજે ગૃહમાં મળી રહ્યું છે. વિધાનસભાના એક દિવસીય ટૂંકા સત્રની શરૂઆત સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી સહિતની કારોબારી સાથે કરવામાં આવી છે. જેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી છે. શંકર ચૌધરીની સત્તાવાર રીતે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે શંકર ચૌધરીને પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે. વિધાનસભા સત્રની અંદર ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવા ઈમ્પેક્ટ ફીના કાયદાને લઈને પણ બિલ લાવવામાં આવશે.
ગુજરાત વિધાનસભાનું સત્ર આજે મળ્યું છે ત્યારે શંકર ચૌધરીએ વિધાનસભાના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર વિધીવત રીતે સંભાળતા કોંગ્રેસ અને ભાજપના નેંતાઓના આમને સામને નિવેદનો પણ સામે આવ્યા હતા. બીજી તરફ ઉપપ્રમુખ તરીકે જેઠા ભરવાડે પણ હોદ્દો સંભાળ્યો છે.
ઈમ્પેક્ટ ફી મામલે ત્રીજી વખત બિલ લાવવામાં આવશે
રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આજે વિધાનસભાના એક દિવસીય સત્રમાં રેગ્યુલરાઈઝેશન ઓફ ગુજરાત અનધિકૃત વિકાસ બિલ 2022 રજૂ કરવામાં આવશે. કેબિનેટ મંત્રી ઋષીકેશ પટેલ આ બિલ રજૂ કરશે. આ બિલ 30 સપ્ટેમ્બર 2022 પહેલા થયેલા અનધિકૃત બાંધકામો પર લાગુ થશે. આ બિલ સમગ્ર રાજ્યમાં 17 ઓક્ટોબર 2022થી લાગુ કરવામાં આવ્યું છે. આ વિધેયક હેઠળ નગરપાલિકા, મહા નગરપાલિકા અને વિકાસ વિસ્તારોમાં અનધિકૃત બાંધકામ નિયમિત કરવામાં આવશે. બાંધકામના બી.યુ. આ વિધેયક હેઠળ, પરવાનગી વગરના બાંધકામો અથવા બાંધકામો કે જેના માટે ડિમોલિશન નોટિસ જારી કરવામાં આવી છે તે નિયમિત કરી શકાય છે.