ગુજરાતમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરુ થવા જઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે ભારે વરસાદની સંભાવના છે. તેમાં પણ દરીયાકાંઠાના વિસ્તારો જેમ કે, કચ્છ-સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ સાથે ભારે પવનની પણ શક્યતા છે.
હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. જો કે, કેટલાક વિસ્તારોમાં ગઈકાલે પણ વરસાદી માહોલ બન્યો હતો. તેમાં પણ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં આગામી થોડા દિવસો સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ વરસાદ લાવશે. આ ઉપરાંત ગુજરાતના વાતાવરણમાં વધુ બે સર્ક્યુલેશન સર્જાયા છે જેના કારણે વરસાદ પડશે.
19મી જુલાઈ માટે પણ યલો એલર્ટ રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગે 20 જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 21મી જુલાઈના રોજ ઓછો વરસાદ પડશે પરંતુ ત્યારબાદ આ વિસ્તારને યલો એલર્ટમાં રાખવામાં આવ્યો છે. વરસાદનો આ સિલસિલો 25મી જુલાઈ સુધી પણ લંબાઈ શકે છે.
દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં એલર્ટ
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 21 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ વરસાદ 25 જુલાઈ સુધી પણ ચાલુ રહી શકે છે. ગુજરાતમાં ચોમાસાનો 50 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ વડોદરાના વાઘોડિયા તાલુકામાં નોંધાયો છે જ્યારે સૌથી વધુ સિઝનનો વરસાદ ક