રિલાયન્સ જિયો દ્વારા ત્રણ નવા પ્રી-પેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. આ ત્રણ વાર્ષિક રિચાર્જ પ્લાન છે. મતલબ, તમને ત્રણેય પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળશે. સાથે જ, આ પ્લાનમાં તમને એક વર્ષ માટે SonyLiv અને Zee5ના સબસ્ક્રિપ્શનની સાથે અનલિમિટેડ કૉલિંગ, ફ્રી ડેટા પણ મળશે.
jio રૂ. 3662 પ્લાન
આ પ્રી-પેડ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 2.5GB ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે જ અમર્યાદિત 5G ડેટા અને દૈનિક 100 SMSની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ તમામ પ્લાનમાં SonyLiv અને Zee5નું સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત, Jio TV, Jio Cinema, Jio Cloudનું મફત સબ્સ્ક્રિપ્શન ઓફર કરવામાં આવે છે. દૈનિક ડેટા મર્યાદા સમાપ્ત થયા પછી, 4G નેટવર્ક પર સ્પીડ 64kbps થઈ જાય છે.
Jioનો 3226 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 2GB 4G ડેટા સાથે અનલિમિટેડ 5G ડેટા આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત, દરરોજ 100 SMS સુવિધા ઉપલબ્ધ છે. આ સિવાય JioTV, SonyLiv, JioCinema અને JioCloudનું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.
Jioનો 3225 રૂપિયાનો પ્લાન
આ પ્લાન 3226 રૂપિયાના પ્લાન કરતા 1 રૂપિયા ઓછો છે. આ પ્લાનમાં અમર્યાદિત કૉલિંગની સાથે 5G ડેટા સાથે દરરોજ 2GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં દરરોજ 100 SMSની સુવિધા ઉપલબ્ધ છે. આ પ્લાન SonyLiv અને Zee5 સબસ્ક્રિપ્શન સાથે આવે છે.
Jio રૂ.1999નો પ્લાન
જો તમારું બજેટ ઓછું છે, તો 1,999 રૂપિયાનો પ્લાન તમારા માટે એક વિકલ્પ બની શકે છે. આ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા અને કોલિંગ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય દરરોજ 2.5 જીબી ડેટા અને 100 એસએમએસની સુવિધા મળશે.