બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) ઈન્ડિયા વિરુદ્ધ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ‘સર્વે અભિયાન’ વચ્ચે અમેરિકાએ મોટું નિવેદન જાહેર કર્યું છે. આ ઈન્કમટેક્સ સર્વેને પીએમ મોદી અને ગુજરાત રમખાણો પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટ્રી વિરુદ્ધ રજૂ કરવામાં આવી રહ્યો છે
અમેરિકાએ કહ્યું કે તે હંમેશા પ્રેસની સ્વતંત્રતાનું સમર્થન કરે છે, જે ભારત સહિત વિશ્વભરમાં “લોકશાહીનો પાયો” છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે આ નિવેદન કથિત કરચોરીની તપાસના ભાગરૂપે દિલ્હી અને મુંબઈમાં બીબીસીના કાર્યાલયો અને અન્ય બે સંબંધિત સ્થાનો પર આવકવેરા વિભાગે ‘સર્વે ઓપરેશન’ શરૂ કર્યાના એક દિવસ પછી આપ્યું હતું. બુધવારે બીજા દિવસે પણ આ કાર્યવાહી ચાલુ રહી.
પ્રાઇસે અહીં પત્રકારોને જણાવ્યું કે, “અમે દિલ્હીમાં બીબીસી ઓફિસમાં ભારતીય ટેક્સ અધિકારીઓ દ્વારા કરાયેલી સર્ચથી વાકેફ છીએ. તમારે આ સંબંધમાં માહિતી માટે ભારતીય અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ. પ્રાઇસે કહ્યું, “અમે વિશ્વભરમાં મુક્ત પ્રેસના મહત્ત્વને સમર્થન આપીએ છીએ. અમે માનવ અધિકાર તરીકે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ધર્મ અને માન્યતાની સ્વતંત્રતાના મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ જે વિશ્વભરમાં લોકશાહીને મજબૂત કરવામાં ફાળો આપે છે. તેને આ દેશમાં અહીં લોકશાહીને મજબૂત કરી છે. તેને ભારતની લોકશાહી મજબૂત કરી છે.”
પ્રાઈસે કહ્યું કે આ સાર્વત્રિક અધિકારો સમગ્ર વિશ્વમાં લોકશાહીનો આધાર છે. એવું પૂછવામાં આવ્યું કે શું આ પગલું લોકશાહીની ભાવના અથવા મૂલ્યોની વિરુદ્ધ છે, પ્રાઇસે કહ્યું, “હું આવું ન કહી શકું. અમે આ સર્ચ (સર્વે ઓપરેશન)ના તથ્યોથી વાકેફ છીએ, પરંતુ હું કોઈ નિર્ણય આપી શકવાની સ્થિતિમાં નથી.” બીબીસીએ બે ભાગની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ પ્રસારિત કર્યાના કેટલાક અઠવાડિયા પછી આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.