અત્યારે ગરમીનો અહેસાસ દિવસ દરમિયાન થઈ રહ્યો છે. ત્યારે રાત્રે અને વહેલી સવારે સામાન્ય ઠંડક પણ અનુભવાતી હોય છે આમ ડબલ ઋતુ જોવા મળી રહી છે. ત્યારે શિયાળા બાદ ધીમેધીમે ઉનાળાની શરુઆત પણ થઈ ગઈ છે. આ સપ્તાહમાં ગરમીનો પારો 37 ડીગ્રી આસપાસ પહોંચે તેવી શક્યતાઓ છે. ડબલ ઋતુના કારણે વાયરલ કેસો પણ વધી શકે છે. તેમાં પણ શરદી ઉધરસ સહીતના કેસો જોવા મળી શકે છે.
વાતાવરણમાં આવેલાટ બદલાવના કારણે ઠંડી બાદ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. આજે વહેલી સવારે ઠંડા પવનો જોવા મળી રહ્યા છે પરંતુ આ સપ્તાહમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે. અત્યારે મહત્તમ તાપમાન 32થી 33 ડીગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે ત્યારે ગરમીનો પાર આ સપ્તાહમાં 4 ડીગ્રી સુધી વધવાની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમી વલસાડમાં 36 ડિગ્રી નોંધાઈ હતી.
ગઈકાલ સાંજથી ઠંડા પવનોની અસર જોવા મળી હતી જેને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે રહ્યું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. રાજ્યમાં મહત્તમ તાપમાન 27 થી 36 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. જેના કારણે લોકોને સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમી જેવા બેવડા વાતાવરણનો સામનો કરવો પડી રહ્યો છે.