શુમરે કહ્યું કે, હું ભારતનો પ્રવાસ કરીશ અને તેમને એ જ સંદેશ આપીશ કે અમે આ ઊભરતા ખતરાનો સામનો કરવા માંગીએ છીએ.
ભારત જેવા દેશોની જરૂર છે – શુમર
શૂમરે મ્યુનિક સિક્યોરિટી સંમેલનમાં મૈક્કેન એવોર્ડ ડિનર પર ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, આપણે આ સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ કે ઝડપી આક્રમક ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સામે લોકશાહી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ધ્વસ્ત ના થઈ જાય અને આ કાર્ય એકલા અમેરિકા અને યુરોપનું નથી. આપણે ભારત જેવા દેશોની જરૂર છે, જે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને એશિયાની લોકશાહી છે જે ચીનને હરાવવા માટે આપણી સાથે કામ કરશે.
હું ભારતની યાત્રા કરીશ – શૂમર
શુમરે કહ્યું કે, હું ભારતનો પ્રવાસ કરીશ અને તેમને એ જ સંદેશ આપીશ કે અમે આ ઊભરતા ખતરાનો સામનો કરવા માંગીએ છીએ. હું યુરોપને પણ આવું કરવા વિનંતી કરું છું. ભારત, તેની લોકતાંત્રિક પરંપરાઓ સાથે, ચીનનો મુકાબલો કરવા માટે ખૂબ જ મજબૂત ભાગીદાર બની શકે છે અને ભારતની સામેલગીરી પશ્ચિમી ભાગીદારીમાં લોકશાહીને આગળ વધારવાના હેતુને પૂર્ણ કરી શકે છે.