તેમણે કહ્યું કે, ગોવા યોગ, આયુર્વેદ, સનાતન અને આધ્યાત્મિકતાનું પર્યટન કેન્દ્ર બનવું જોઈએ.
‘ગોવા આધ્યાત્મિકતાનું પર્યટન કેન્દ્ર બનવું જોઈએ’
રિપોર્ટ મુજબ, બાબા રામદેવે કહ્યું કે કોવિડ-19 મહામારી પછી કેન્સરના કેસમાં વધારો થયો છે. લોકોએ આંખો અને સાંભળવાની શક્તિ ગુમાવી દીધી છે. તેમણે કહ્યું કે, ભારત વેલનેસનું વૈશ્વિક કેન્દ્ર બનવું જોઈએ, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે અને મારું સપનું છે કે ગોવા વેલનેસનું કેન્દ્ર બને. તેમણે કહ્યું કે, પ્રવાસીઓએ માત્ર ફરવા માટે જ નહીં, પરંતુ બ્લડપ્રેશર, સુગર, થાઈરોઈડ, કેન્સર અને અન્ય રોગોની સારવાર માટે પણ ગોવા આવવું જોઈએ. તેમણે કહ્યું કે, ગોવા યોગ, આયુર્વેદ, સનાતન અને આધ્યાત્મિકતાનું પર્યટન કેન્દ્ર બનવું જોઈએ.
ગોવાને યોગ ભૂમિમાં પરિવર્તિત કરવા રાજ્ય સરકાર મદદ કરશે: મુખ્યમંત્રી
બાબા રામદેવે કહ્યું કે, બે મહિના દરમિયાન જ્યારે પ્રવાસીઓની સંખ્યા ઓછી હોય ત્યારે આપણે આધ્યાત્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપી શકીયા. દુનિયાભરમાંથી લોકો અહીં આવતા. દરમિયાન, તેમણે હોટલ ઉદ્યોગને અપીલ કરી કે, તેઓ તેમની સંસ્થાઓમાં આયુર્વેદનું ‘પંચકર્મ’ શરૂ કરે અને પ્રવાસીઓને તેના વિશે માહિતગાર કરે. પ્રમોદ સાવંતે બાબા રામદેવના માર્ગદર્શન હેઠળની ટીમ દ્વારા યોગ અને નેચરોપેથીના ક્ષેત્રમાં કરવામાં આવેલા સંશોધનની પ્રશંસા કરી હતી. આ દરમિયાન પ્રમોદ સાવંતે કહ્યું કે, રાજ્ય સરકાર ગોવાને યોગ ભૂમિમાં પરિવર્તિત કરવા માટે તમામ શક્ય મદદ કરશે.