કાશ્મીરમાં દરેક ઘરને નળનું પાણી અને વીજળી પૂરી પાડવામાં આવી છે, જે એક મોટો ફેરફાર છે.
‘અમૃતકાલ’ના ત્રણ મુખ્ય ઉદ્દેશ્ય
‘અમૃતકાલ’ના ત્રણ મુખ્ય ઉદ્દેશ્યોનું વર્ણન કરતાં શાહે કહ્યું કે, પહેલો ઉદ્દેશ્ય વર્તમાન પેઢીની સામે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને બતાવવાનો છે. બીજો ઉદ્દેશ્ય છેલ્લા 75 વર્ષમાં દેશે કરેલી પ્રગતિને લોકો સમક્ષ લાવવાનો છે, જ્યારે ત્રીજો ઉદ્દેશ્ય આગામી 25 વર્ષમાં ભારત તમામ ક્ષેત્રોમાં ટોચ પર પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. આ સાથ શાહે દાવો કરતા કહ્યું કે, ઉત્તરપૂર્વમાં ઉગ્રવાદ અને ડાબેરી ઉગ્રવાદથી થતી હિંસામાં 80 ટકાનો ઘટાડો થયો છે. મોદી સરકાર પહેલા કાશ્મીરમાં આતંકવાદ, પૂર્વોત્તરમાં ડાબેરી અને ઉગ્રવાદના કારણે દેશને આંતરિક સુરક્ષામાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
‘છેલ્લા ત્રણ વર્ષમાં કાશ્મીરમાં 12 હજાર કરોડનું રોકાણ’
શાહે કહ્યું, આજે હું કહી શકું છું કે મોદી સરકારના શાસનમાં કાશ્મીરમાં આતંકવાદ, પૂર્વોત્તરમાં ઉગ્રવાદી અને ડાબેરીઓની હિંસામાં 80 ટકાનો ઘટાડો થયો છે. ગૃહમંત્રી શાહે કહ્યું કે, એક વર્ષમાં લગભગ 1.8 કરોડ પ્રવાસીઓ કાશ્મીર ઘાટીમાં આવ્યા, જે મોટી વાત છે. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં 70 વર્ષમાં માત્ર 12,000 કરોડ રૂપિયાનું રોકાણ થયું, પરંતુ મોદી સરકારના શાસનમાં માત્ર ત્રણ વર્ષમાં 12,000 કરોડ રૂપિયા થઈ ગયા. કાશ્મીરમાં દરેક ઘરને નળનું પાણી અને વીજળી પૂરી પાડવામાં આવી છે, જે એક મોટો ફેરફાર છે.