અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારના પડઘમ ગઈકાલે શાંત થઈ ગયા છે. ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને ઉમેદવારો જાહેર સભાઓ, રેલીઓ, ગજવીને છેલ્લી ઘડી સુધીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા છે. જે બાદ હવે બીજા તબક્કાના મતદાનની ઘડીઓ ગણાઈ રહી છે. જે બાદ પણ રાજકીય નિવેદનોની રમજટ બંધ થઈ હતી. ઇસ્લામનો હવાલો આપીને અમદાવાદ જામા મસ્જિદના ઇમામે એક મોટું ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે.
ઇસ્લામનો હવાલો આપીને અમદાવાદ જામા મસ્જિદના ઇમામે ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મહિલાને ટિકિટ કોઇ આપે છે તે ઇસ્લામ વિરૂદ્ધ બળવો કરે છે. તેમણે જણાવ્યું કે, ઇસ્લામમાં સૌથી વધુ મહત્વ નમાઝને,નમાઝ વખતે મહિલાઓ નથી આવતી અને મહિલાઓનો લોકો વચ્ચે આવવાનું માન્ય હોત,તો મસ્જિદમાં આવવાની મનાઇ ન હોત, ઈમામે કહ્યું કે, મસ્જિદમાં પ્રવેશ નથી એટલે મહિલાઓ માટે ઇસ્લામમાં વ્યાખ્યા છે અને મહિલાને ટિકિટ આપવી તે ઇસ્લામની વિરૂદ્ધનો નિર્ણય છે તેમણે કહ્યું કે, મહિલાને કેમ ટિકિટ આપો છો, કોઇ પુરૂષ નથી. તેમણે જણાવ્યું કે, મહિલાને ટિકિટ આપવાથી અમારો ધર્મ નબળો થશે તેમણે જણાવ્યું કે, કર્ણાટકમાં હિજાબ પર વિરોધ થયો છે અને પોતાની મહિલાને MLA કે કાઉન્સિલર બનાવશો તો હિજાબને સુરક્ષિત નહીં રાખીએ.
ઇસ્લામનો હવાલો લઈ જામા મસ્જિદના ઇમામે જણાવ્યું કે, આ મુદ્દાને લઇને અમે સામો વિરોધ નહીં કરી શકીએ અને ચૂંટણીમાં લડનારી મહિલાને દરેકના ઘરે-ઘરે જવું પડે છે તેમજ ઇસ્લામમાં મહિલાનો અવાજ મહિલા છે તેમણે કહ્યું કે, મજબૂરી ન હોય ત્યાં તમે પુરુષને જ ટિકિટ આપોને તેમણે જણાવ્યું કે, મહિલાને ટિકિટ એટલા માટે આપે છે કે આજકાલ ઘરોમાં મહિલાનો પ્રભાવ વધુ છે અને મહિલાને કબજામાં લેવાથી સમગ્ર પરિવાર કબજામાં આવી જશે તેવું નિવેદન આપતા ચર્ચાનો વિષય બની ગયો છે.