ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમના જણાવ્યા મુજબ વિરમગામ-રાજકોટ સેક્શનમાં ડબલ લાઇનને કારણે હવે ટ્રેનોની સ્પીડ વધારવામાં આવશે. આ કારણોસર ટ્રેન નં.20938 દિલ્હી સરાય રોહિલ્લા– પોરબંદર એક્સપ્રેસ સુરેન્દ્રનગર જંક્શન સ્ટેશનથી નીકળ્યા બાદ તેના વર્તમાન નિર્ધારિત સમય કરતાં વહેલા વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર અને ભાણવડ સ્ટેશને પહોંચશે અને તે મુજબ જ ઉપડશે. આ ટ્રેન હાલમાં પોરબંદર સ્ટેશને 9:00 કલાકે પહોંચે છે. જે સ્પીડ વધાર્યા બાદ પોરબંદર સ્ટેશને 8:25 કલાકે પહોંચશે. રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમના જણાવ્યા મુજબ વિરમગામ-રાજકોટ સેક્શનમાં ડબલ લાઇનને કારણે હવે ટ્રેનોની સ્પીડ વધારવામાં આવશે. આ કારણોસર ટ્રેન નં.20938 દિલ્હી સરાય રોહિલ્લા– પોરબંદર એક્સપ્રેસ સુરેન્દ્રનગર જંક્શન સ્ટેશનથી નીકળ્યા બાદ તેના વર્તમાન નિર્ધારિત સમય કરતાં વહેલા વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર અને ભાણવડ સ્ટેશને પહોંચશે અને તે મુજબ જ ઉપડશે. આ ટ્રેન હાલમાં પોરબંદર સ્ટેશને 9:00 કલાકે પહોંચે છે. હવે ટ્રેન નંબર 20938 દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ 23/02/2023થી તેના ગંતવ્ય સ્થાને પોરબંદર 35 મિનિટ વહેલા પહોંચશે. જે સ્પીડ વધાર્યા બાદ પોરબંદર સ્ટેશને 8:25 કલાકે પહોંચશે. રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.