આ ચાંદીની પતંગ રાજસ્થાન અને ઉત્તર ભારતમાં પતંગ મહોત્સવમાં લોકો પોતાના પ્રિયજનોને પતંગ ભેટમાં આપે છે. ખાસ કરીને લગ્ન સમારોહમાં પતંગો ભેટ તરીકે આપવામાં આવે છે.
આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે આ તહેવાર નિમિત્તે બજારોમા્ં રંગબેરંગી પતંગો મળી રહી છે આ સાથે દોરી પણ ભરપુર માત્રામાં સુરતમાં તૈયાર થાય છે પરંતુ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સુરતના જ્વેલર્સે બનાવેલી આ પતંગ દોરી છે. આ ભેટ તમે સ્નેહીજનને આપી શકો છો આ ઉપરાંત શુભ પ્રસંગે ભગવાનને પણ ચડાવી શકો છો આ ઉપરાંત ઘરમાં પણ યુનિક કિંમતી વસ્તુ તરીકે રાખી શકો છો. જેથી આ ઉદ્દેશ્યથી ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને આ પતંગ દોરી પંકજભાઈ ખેતા નામના વેપારીએ બનાવી છે.
ભેટ આપવા માટે લોકો લઈ જાય છે
આ ચાંદીની પતંગ રાજસ્થાન અને ઉત્તર ભારતમાં પતંગ મહોત્સવમાં લોકો પોતાના પ્રિયજનોને પતંગ ભેટમાં આપે છે. ખાસ કરીને લગ્ન સમારોહમાં પતંગો ભેટ તરીકે આપવામાં આવે છે.
આ કારણે વેપારીને પતંગ અને દોરી બનાવવાનો વિચાર આવ્યો
સુરતના એક કાપડના વેપારીએ પોતાના પ્રિયજનને પતંગ અને ફીરકી આપવા માટે ખાસ ચાંદીના પતંગ અને ફીરકીનો ઓર્ડર આપ્યો હતો. જે મુજબ વેપારી દ્વારા ચાંદીની પતંગ-દોરી બનાવી છે. ફીરકીની વિશેષતા એ છે કે, 1,000 તાર વિંટી શકાય તેવી આ ફીરકી છે. લોકો આ ફિરકીનો ઉપયોગ કરી શકે છે. કિંમતની વાત કરીએ તો આ ફિરકીની કિંમત 20,000 રૂપિયા છે. આ ઉપરાંત તેમણે દરેક સાઈજની પતંગો બનાવી છે. જેમાં 7 ગ્રામ અને 25 ગ્રામની પણ પતંગો બનાવવામાં આવી છે. જે ઓછી કિંમતોની છે. જેની ચર્ચા પણ અત્યારથી જ થઈ રહી છે.