અમદાવાદઃ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સ્વસ્થ ભારત તંદુરસ્ત ભારતની હાકલ હેઠળ હવે ખેલ અને પોતાની તંદુરસ્તી માટે લોકો સજાગ બનીને યોગા તેમજ ખેલના ક્ષેત્રમાં જાગૃત થઇને આગળ આવી રહ્યા છે. તો બીજી બાજુ હાથના પંજા લડાવવાની રમત આર્મ રેસલિંગ દિવસે ને દિવસે સમગ્ર વિશ્વમાં પ્રચલિત બની રહી છે.
ન્યૂઝ બ્યુરો: ગુજરાત પહેરેદાર ન્યૂઝ ને મળતી માહિતી મુજબ “ગુજરાત સ્ટેટ આર્મ રેસલિંગ એસોસિયેશન” દ્વારા અમદાવાદના શ્રી મુક્તજીવન ઓડિટોરિયમ, મણિનગર ખાતે તારીખ ૨૬મી ફેબ્રુઆરી રવિવારના રોજ રાજ્ય કક્ષ્યાની ૩૫મી “આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૩” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંપૂર્ણ ગુજરાતના શહેર, જિલ્લા અને તાલુકાથી વિવિધ કેટેગરીમાં ૨૫૭ જેટલા મહિલા, પુરુષ અને યુવા ખેલાડીઓએ ભાગ લઈને પંજાની લડત સાથે પોતાની તાકાતનો પરિચય દર્શાવ્યો હતો. જો કે રાજ્યમાં અત્યાર સુધીની આ સૌથી મોટી અને ભવ્ય ચેમ્પિયનશિપ બની હતી. તે જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આ કાર્યક્રમમાં મહેમાન તરીકે અમદાવાદ મણિનગરના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, અમદાવાદ મ્યુનિ. કાઉન્સિલર શ્રી કરણભાઈ અને ચંદ્રકાંતભાઈ, બક્ષીપંચ મોરચાના વોર્ડ પ્રમુખ શ્રી મુન્નાભાઈ, કર્ણાવતી ક્લબના ડાયરેક્ટર શ્રી વિરાલભાઈ પટેલ, ગુજરાતી ફિલ્મના જાણીતા ડિરેક્ટર શ્રી વૈશલ શાહ, શ્રી યેદવેન્દ્રસિંહ જાડેજા, શ્રી ભાવિનસિંહ રાઘવ, શ્રી સમીરભાઈ ઠક્કર, ગુજરાત પહેરેદાર ન્યૂઝના સહતંત્રી શ્રી પ્રકાશ યાદવ પાટીલ, સંદેશ ટીવી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તેમજ અન્ય સમાચારના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધા નિહાળીને પોતાની શુભેચ્છાઓ આપી હતી.
આ ગુજરાત રાજ્ય સ્તરની ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ‘ચેમ્પિયન ઓફ ચેમ્પિયન’ તરીકે નીચેના સ્પર્ધકોએ ટ્રોફી જીતી હતી:
૧) માસ્ટર કેટેગરી લેફ્ટ હેન્ડ: મયંક પટેલ,
૨) માસ્ટર કેટેગરી રાઈટ હેન્ડ: અસ્લમ મુલ્તાની.
૩) સિનિયર મેન રાઈટ હેન્ડ: મેકસવેલ પાળત,
૪) સિનિયર મેન લેફટ હેન્ડ: હર્ષ બારોટ,
૫) સિનિયર મહિલા રાઈટ મિત્તલબા પરમાર,
૬) સિનિયર મહિલા લેફ્ટ હેન્ડ: શાનીયા શૈખ,
૭) યુથ બોયઝ રાઈટ હેન્ડ: જય ગ્રીગલાની,
ઉલેખનીય છે કે ‘આર્મ રેસલિંગ સ્પોર્ટ્સ એસોસિયેશન ઓફ ગુજરાત’ ના પ્રેસિડેન્ટ: જે એચ મલેક, જનરલ સેક્રેટરી: રાજેન્દ્રસિંહ પરમાર, ટ્રેઝરાર અને ઇન્ટરનેશનલ રેફરી: મયંક પટેલના નેતૃત્વમાં ચાલતું ‘આર્મ રેસલિંગ સ્પોર્ટ્સ એસોસિયેશન ઓફ ગુજરાત’ ની સ્થાપના થયા બાદ દરેક વર્ષે સંપૂર્ણ ગુજરાતના દરેક શહેર અને જિલ્લાઓમાં હાથના પંજાની તાકાત બતાવવા માટે અને આવા ખેલાડીઓને શોધીને તેમને પ્રોત્સાહન આપવાનું કાર્ય તેમજ ખેલાડીઓની હુનરને રાજ્ય અને સંપૂર્ણ દેશમાં પહોંચાડવાનું કામ કરી રહી છે.
આ સ્પર્ધામાં સંપૂર્ણ ચેમ્પિયનશિપ ને સફળ બનાવવા માટે ‘મીડિયા પાર્ટનર’ તરીકે પ્રજાનો આત્મવિશ્વાસ ધરાવતું.. ગુજરાત પહેરેદાર ન્યૂઝ તેમજ ચેમ્પિયન ટાઇટલ સ્પોન્સર તરીકે WEHEAR ના રાજ શાહ, ANEK SOLUTIONS ના નિસર્ગ મહેતા, SHRESHTHA TUITIONS ના સ્વરૂપ રાવલ અને FLAVOURBITE PEANUT BUTTER દ્વારા ભાગ ભજવવામાં આવ્યો હતો.
સ્પર્ધાના અંતે આર્મ રેસલિંગ સ્પોર્ટ્સ એસોસિયેશન ઓફ ગુજરાતના પદાધિકારીઓ અને મહેમાન શ્રી ના હસ્તે વિજેતા ખેલાડીઓને સર્ટિફિકેટ, ગોલ્ડ – સિલ્વર – બ્રોન્ઝ મેડલ તેમજ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ટ્રોફી નું વિતરણ કરવામાં આવ્યું હતું અને તમામ ખેલાડીઓનું સ્પર્ધામાં ભાગ લેવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
નોંધ: તમારી આસપાસ બનતી ઘટનાઓને પ્રકાશિત કરવા તેમજ જાહેરાત, ઇવેન્ટ અને પ્રેસ રિપોર્ટર બનવા માટે સંપર્ક કરો.
🙏🏻ગુજરાત પહેરેદાર🙏🏻
+91 9925368282, +91 9824368282,
Email: gujaratpaheredar@gmail.com