વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીને કિડની સંબંધિત સમસ્યાની સારવાર માટે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રહલાદ મોદી પીએમ નરેન્દ્ર મોદી કરતા નાના છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીને કિડની સંબંધિત સમસ્યાની સારવાર માટે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રહલાદ મોદી પીએમ નરેન્દ્ર મોદી કરતા નાના છે. 5 ભાઈ-બહેનોમાં તે ચોથા નંબરે છે. પ્રહલાદ મોદીનો અમદાવાદમાં ટાયરનો શોરૂમ પણ છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં, પીએમ મોદીના ભાઈ અને પરિવારના સભ્યો કાર અકસ્માતનો ભોગ બન્યા હતા અને તેમને ઈજાઓ પહોંચી હતી. તેઓ જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તેને કર્ણાટકના મૈસુરમાં અકસ્માત નડ્યો હતો. પ્રહલાદ મોદી તેમની પત્ની, પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર સાથે બાંદીપુર જઈ રહ્યા હતા ત્યારે તેમની મર્સિડીઝ બેન્ઝ એસયુવી ડિવાઈડર સાથે અથડાઈ હતી.
પીએમ મોદીના 5 ભાઈ-બહેન છે. તેને એક બહેન અને 4 ભાઈઓ છે. સોમા મોદી, અમૃત મોદી, નરેન્દ્ર મોદી, પ્રહલાદ મોદી, પંકજ મોદી અને એક બહેન વાસંતી મોદી. પીએમના મોટા ભાઈનું નામ સોમા મોદી છે. તેઓ આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયા છે અને અમદાવાદમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે. પીએમ મોદીના માતા હીરાબા તેમના સૌથી નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા. જેમનું ગયા વર્ષે ડિસેમ્બરમાં 100 વર્ષની ઉંમરે નિધન થયું.