પોલીસ ભરતી મામલે યુવરાજસિંહ જાડેજા દ્વારા ગંભીર આક્ષેપો કરાયા છે. ભરતીમાં 10 લોકો ખોટી રીતે લાગ્યાનો આરોપ લગાવ્યો છે. ગુજરાતમાં પેપર લીક કાંડ બાદ હવે નોકરી કોંડ પણ સામે આવ્યું
PSIની ભરતીમાં પસંદ પામેલા પીએસઆઈની ફેર તપાસ કરવામાં આવી શકે છે. આરોપોના પગલે હવે તમામ તાલીમી પીએસઆઈનું રી વેરીફિકેશન થઈ શકે છે. પીએસઆઈની 16 માર્ચ 2021ની ભરતી માટે પસંદ થયેલા તમામ તાલીમી પીએસઆઈની ફરીથી ચકાસણી કરવામાં આવી શકે છે.
કરાઈમાં તાલીમ લઈ રહેલાની ચકાસણી
કરાઈ પોલીસ એકેડમીમાં તાલીમ લઈ રહેલા તપીએસઆઈની ચકાસણી કરવામાં આવશે. તમામ તાલીમી પીએસઆઈના નિમણૂક પત્રો, પાસ થયાનું લિસ્ટ ડોક્યુમેન્ટ ફરીથી ચેક કરવામાં આવશે. આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે. યુવરાજસિંહે પીએસઆઈની ભરતી અંગે આક્ષેપો લગાવ્યા હતા. નામ ના હોવા છતાં પણ તાલીમ લઈ રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપોના પગલે તમામ તાલીમી પીએસઆઈનું રી વેરીફિકેશન કરવામાં આવશે.
તપાસનો ધમધમાટ તેજ
કરાઈમાં કેટલાક જૂજ નકલી પીએસઆઈની તાલીમ ચાલી રહી હોવાના આક્ષેપો બદલ તપાસનો ધમધમાટ ગૃહવિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તપાસ દરમિયાન માહિતી લીક થવાના કારણે ગૃહ વિભાગમાં હડકંપ મચી ગયો છે. પોલીસની ભરતીમાં આક્ષેપ મામલે તપાસ તેજ કરાઈ છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ તપાસ 9 દિવસથી થઈ રહી છે જેથી આ મામલે ગૃ વિભાગ મોટો ખુલાસો ટૂંક સમયમાં કરી શકે છે.
માહિતી લિક કરનાર સામે પણ તપાસ
ગહ વિભાગને છેલ્લા કેટલાક દિવસથી આ મામલે જાણકારી હોવાથી પહેલાથી જ તપાસ ચાલી રહી હોવાની પણ સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે. માહિતી લિક કરનાર સામે પણ તપાસ શરૂ કરાઈ છે. ગૃહ વિભાગના કર્મી એ માહિતી લિક કરનાર સામે પણ તપાસ શરુ કરવામાં આવી છે.
કોંગ્રેસના ગંભીર આક્ષેપો
આ મામલે વિપક્ષે પણ આક્ષેપો લગાવ્યા છે. કોંગ્રેસ નેતા સીજે ચાવડાએ કહ્યું હતું કે, પહેલા લોકો ગેરકાયદેસર વિદેશ જતા હતા હવે લોકો ગેરકાયદેસર નોકરી લઈ રહ્યા છે. આ સાથે તેમણે ભરતી મામલે કહ્યું હતું કે, જેટલી જગ્યાની જરુર છે તેટલી જગ્યાની ભરતી પણ નથી થતી.