ઘઉંના ભાવ પર લગામ લગાવવા માટે સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ જથ્થાબંધ ગ્રાહકો માટે એફસીઆઈ (FCI) ઘઉંની અનામત કિંમત ઘટાડી દીધી છે. હવે જોવાનું રહ્યું કે તેનો ફાયદો સામાન્ય લોકોને ક્યારે મળશે.
25 લાખ ટન ઘઉંનું વેચાણ થશે
રાજ્ય સંચાલિત એફસીઆઈ (FCI) ઓએમએસએસ હેઠળ જથ્થાબંધ વપરાશકર્તાઓને 2.5 મિલિયન ટન ઘઉંનું વેચાણ કરે છે. મંત્રાલયે જણાવ્યું કે, અનામત કિંમતમાં ઘટાડાથી ગ્રાહકો માટે ઘઉં અને ઘઉંના ઉત્પાદનોની બજાર કિંમત ઘટાડવામાં મદદ મળશે. તેમા કહેવામાં આવ્યું છે કે, રાજ્યોને ઈ-ઓક્શનમાં ભાગ લીધા વિના સૂચિત અનામત કિંમત કરતાં વધુ પોતાની યોજના માટે એફસીઆઈ પાસેથી ઘઉં ખરીદવાની છૂટ છે. મંત્રાલયે 10 ફેબ્રુઆરીએ નૂર ચાર્જ નાબૂદ કર્યો હતો અને ઈ-ઓક્શન દ્વારા સમગ્ર દેશમાં જથ્થાબંધ ગ્રાહકો માટે એફસીઆઈ (FCI) ઘઉંની અનામત કિંમત એકસરખી રીતે 2,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી હતી.
21.50 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ થઈ
તેણે નાફેડ, એનસીસીએફ (NCCF) અને કેન્દ્રીય ભંડાર જેવી સંસ્થાઓને પૂરા પાડવામાં આવતા એફસીઆઈ (FCI) ઘઉંની કિંમત પણ 23.50 રૂપિયા પ્રતિ કિલોથી ઘટાડીને 21.50 રૂપિયા પ્રતિ કિલો કરી દીધી છે. એફસીઆઈ (FCI) એ 1-2 ફેબ્રુઆરી અને 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી પ્રથમ બે ઈ-ઓક્શન દરમિયાન 25 લાખ ટનમાંથી 13.11 લાખ ટન ઘઉં વેપારીઓ, લોટની મિલો વગેરેને વેચી દીધા છે. આગામી હરાજી 22 ફેબ્રુઆરીએ યોજાશે. ગયા મહિને સરકારે ઘઉં અને ઘઉંના લોટના વધતા ભાવને રોકવા માટે ઓપન માર્કેટ સેલ સ્કીમ ઓએમએસએસ (OMSS) હેઠળ બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચવાની યોજના જાહેર કરી હતી.
30 લાખ ટન ઘઉંમાંથી એફસીઆઈ (FCI) ઈ-ઓક્શન દ્વારા 25 લાખ ટન જથ્થાબંધ ગ્રાહકોને જેમ કે લોટ મિલોને વેચશે, 2 લાખ ટન રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને અને 3 લાખ ટન સંસ્થાઓ અને રાજ્યના જાહેર ઉપક્રમો (PSU) ને રાહત દરે આપવામાં આવશે. એફસીઆઈ (FCI) અનાજની ખરીદી અને વિતરણ માટેની સરકારની નોડલ એજન્સી. 26 જાન્યુઆરી સુધી તેના બફર સ્ટોકમાં લગભગ 156.96 લાખ ટન ઘઉંનો જથ્થો હતો.