વિધાનસભામાં આવતીકાલે હોળીનો તહેવાર મનાવવામાં આવશે. પરીસરમાં પ્રથમ વખત હોળીની પરવાનગી આપવામાં આવી છે પરંતુ કુદરતી રંગો સાથે હોળી રમાશે. જે માટે 100 કિલો કેસૂડો મંગાવવામાં આવ્યો છે. કેસૂડાના રંગો સાથે હોળીનો રંગોત્સવ મનાવવામાં આવશે.
8 માર્ચના રોજ હોળીનો તહેવાર છે ત્યારે અત્યારે વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. આ દરમિયાન આવતીકાલે હોળીનો તહેવાર પ્રાકૃતિક રંગો સાથે મનાવવાને લઈને તૈયારીઓ શરુ કરવામાં આવી છે. જેમાં પરીષરમાં તમામ સ્ટાફ પણ આ રંગોત્સવમાં સામેલ થશે. 8 માર્ચના રોજ જાહેર રજા હોવાથી એક દવિસ પહેલા જ આ હોળીનો તહેવાર મનાવવામાં આવશે.
100 કિલો કેસૂડાના ફૂલો હોળીના તહેવાર માટે મનાવવામાં આવ્યા છે. પરિસરમાં અધ્યક્ષ દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત ધૂળેટી રમવાને લઈને પરવાનગી આપી દેવામાં આવી છે. કાલે ગુજરાત વિધાનસભાના પરીસરમાં ધૂળેટી રમાશે. આ રંગોત્સવમાં નેતાઓ કેસૂડાના ફૂલોથી બનેલા રંગોથી એકબીજાને રંગી હોળીની શુભકામનાઓ પાઠવશે.
આવતીકાલનો ગુજરાત વિધાનસભા પરીષરનો માહોલ રંગોત્સવમાં રંગાશે. જેમાં પરીષરનો સ્ટાફ પણ જોડાશે. સમગ્ર ગુજરાતમાં ધૂળેટી-હોળીની ઉજવણી થઈ રહી છે ત્યારે વિધાનસભામાં પણ આ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.