સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગની શરૂઆત ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ધારાસભ્યોની ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. આ આયોજન ગાંધીનગર ના કોબા ખાતેના ખાનગી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે.ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીમાં ટૂર્નામેન્ટ શરૂઆત કરવામાં આવી હતી જેમાં ધારાસભ્યો , વિધાનસભાના અધિકારીઓ, પત્રકારો ક્રિકેટ મેચ રમી રહ્યા છે. જેમાં ક્રિકેટ મેચની શરૂઆત 20મી માર્ચના રોજ થઈ છે જેમાં પ્રથમ દિવસે ત્રણ મેચ રમાઈ હતી. દરમિયાન તમામ ધારાસભ્યો હળવાશની પળમાં જોવા મળ્યા હતા. તમામ તેમની અંદર એક મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓને વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યા છે.
પ્રથમ મેચની જો વાત કરીએ તો વિશ્વામિત્રી અને બનાસ વચ્ચે આ મેચ રમાઈ હતી જેમાં વિશ્વામિત્રી ની ટીમે 10 ઓવરમાં 7 વિકેટે 83 રન બનાવ્યા હતા. જેમાં બનાસ ની ટીમે 8.1 ઓવરમાં 84 રન બનાવ્યા હતા. બનાસ ની ટીમે 10 વિકેટ એ મેચ જીતી લીધી હતી.
બીજી મેચ ભાદર અને તાપી વચ્ચે યોજાઈ હતી જેમાં ભાદરની ટીમે પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 2 વિકેટે 44 રન બનાવ્યા હતા. જેના જવાબમાં તાપીની ટીમે 6 ઓવરમાં 45 રન બનાવ્યા હતા. તાપી ટીમે આ મેચ 10 વિકેટ એ જીતી હતી.
ત્રીજી મેચ શેત્રુંજી અને સરસ્વતી વચ્ચે યોજાઈ હતી જેમાં 10 ઓવરમાં 79 રન 4 વિકેટે બનાવ્યા હતા. જેના જવાબમાં સરસ્વતીની ટીમે 10 ઓવરમાં 83 રન 5 વિકેટ એ બનાવ્યા હતા. જોકે શેત્રુંજી જી અને સરસ્વતી વચ્ચેની મેચમાં રસાકસી જોવા મળી હતી. જેમાં છેલ્લા બોલે એક બોલમાં એક રન હતો જ્યારે લાસ્ટ બોલમાં ચાર રન આવ્યા હતા.