મહાઠગ કીરણ પટેલ મામલે ગુજરાત કનેક્શનને લઈને પણ તપાસ શરુ કરવામાં આવી છે. ગુજરાતના કનેક્શનને લઈને પોલીસ અને તપાસ એજન્સીઓ ઈનપુટ મેળવવા માટે તપાસ કરશે. જે માટે એફએસએલની પણ મદદ મેળવવામાં આવશે.
ચાર મહિનાથી ઠગ પોતાને PMOનો એડિશનલ સેક્રેટરી ગણાવીને સરકારની તમામ સુવિધાઓ લઈ રહ્યો હતો. Z પ્લસ સુરક્ષા પણ મળી હતી. બુલેટ પ્રૂફ એસયુવી સાથે ફરતો હતો. જો કે, સમગ્ર ભાંડો ફૂટી જતા અંતે પકડાયો છે અને હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. જેમાં કાર્યવાહી તેજ થઈ રહી છે.
તપાસ એજન્સીઓની રડારામાં સંપર્ક ધરાવતા લોકો સામે પણ પૂછપરછ થશે
આ મામલે અન્ય રાજ્યોમાં સંપર્ક કરવામાં આવશે. તપાસ એજન્સીઓની રડારામાં સંપર્ક ધરાવતા લોકો સામે પણ પૂછપરછ અને કાર્યવાહી પણ થઈ શકે છે અન્ય કેન્દ્રીય એજન્સીઓ પણ આ તપાસમાં જોડાઈ છે. જેમાં ખાસ કરીને કોલ ડીટેલ કે અન્ય સંયોગીક પુરાવાઓ મેળવવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાં નકલી PMO ઓફિસરને મદદ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ગુજરાતમાં પણ તેના કનેક્શનને લઈને તપાસ કરવામાં આવશે. પોતાને વડાપ્રધાન કાર્યાલય એટલે કે PMOનો એડિશનલ ડાયરેક્ટર કહેતો હતો. એટલું જ નહીં, તે Z+ સિક્યુરિટી, બુલેટપ્રૂફ એસયુવી સાથે ફરતો હતો અને હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. અગાઉ પોલીસે જણાવ્યું હતું કે, ઠગને સુરક્ષા પ્રદાન કરનારા તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય તેની મદદ કરનારાઓને પણ બક્ષવામાં નહીં આવે.
ગુજરાત પોલીસની મદદ લઈ રહી છે કાશ્મીર પોલીસ
જમ્મુ-કાશ્મીર પોલીસ પણ ગુજરાત પોલીસની મદદ લઈ રહી છે. કિરણ પટેલ હવે ન્યાયિક કસ્ટડીમાં છે. તપાસ પ્રોફેશનલ રીતે થઈ રહી છે. ગુજરાત પોલીસની પણ જ્યાં જરુર પડતા મદદ લેવામાં આવી રહી છે. જેમાં કોની સાથેનું કનેક્શન હતું, મદદ કોને કરી એ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.