અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ લીટર દૂધના ભાવો રુ. 2 વધ્યા છે. આ ભાવો આજથી અમલ કરવામાં આવશે. અમૂલે 6 મહિનામાં દૂધના ભાવમાં બીજીવાર વધારો કર્યો છે.
- અમૂલે 6 મહિનામાં બીજીવાર વધારો કર્યો
- આજથી નવો ભાવ અમલી
- ગોલ્ડની 500 એમએલની થેલી રુ.32માં પડશે
- દૂઘ ઉત્પાદન ખર્ચમાં થયો વધારો
અમૂલ દૂધનું વેચાણ મોટા પાયે થતું હોય છે ત્યારે દૂધના ભાવોમાં વધારો થતા પ્રતિ લીટર રુપિયા 2નો વધારો કરાયો છે. આજથી સમગ્ર ગુજરાતમાં નવો ભાવ લાગુ પડશે. દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારો થવાથી ભાવમાં વધારો કરાયો છે. અમૂલ ગોલ્ડની 500 એમ.એલ.ની થેલી હવે રુ.320માં મળશે. અમૂલ ટી સ્પેશિયલના 1 લીટરના હવે 60 રુપિયા ચૂકવવા પડશે. 6 મહિનાની અંદર આ બીજી વખત વધારો કરવામાં આવ્યો છે.
અમૂલ દૂધનું વેચાણ સમગ્ર જગ્યાએ ગુજરાત ઉપરાંત ભારતમાં થાય છે. અગાઉ અમૂલ દ્વારા ગુજરાત બહાર દૂધના ભાવોમાં વધારો કરાયો હતો ત્યારે ફરી પ્રતિ 500 ગ્રામની અમૂલ થેલીની ભાવમાં 1 રુપિયાનો અને લિટરના ભાવમાં 2 રુપિયા સુધીનો વધારો કરાયો છે.