જો કોઈ પણ બિઝનેસ સંપૂર્ણ પ્લાનિંગ સાથે શરૂ કરવામાં આવે તો પ્રોફિટ નિશ્ચિત છે. અથાણાનો બિઝનેસ (Pickle Business) પણ એવો જ છે. તમે ઓછા રોકાણ સાથે પણ આ બિઝનેસ શરૂ કરી શકો છો. જો જગ્યા ન હોય તો, તે ખૂબ જ સરળતાથી ઘરેથી શરૂ કરી શકાય છે. દેશની ઘણી મહિલાઓ આજે આ બિઝનેસ શરૂ કરીને લાખો રૂપિયા કમાઈ રહી છે. તમે આ બિઝનેસથી વધારાની આવક મેળવી શકો છો. જ્યારે બિઝનેસ વધવા લાગે છે, ત્યારે તમે એક અલગ જગ્યા લઈને આ બિઝનેસને આગળ વધારવા વિશે વિચારી શકો છો. ચાલો અમે આપને જણાવીએ કે, તમે આ બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકો છો અને તમને કેટલી કમાણી થશે…
અથાણું બનાવવાનો બિઝનેસ ઓછામાં ઓછા 10 હજાર રૂપિયાથી શરૂ કરી શકાય છે. તેનાથી તમે સરળતાથી 25 થી 30 હજાર રૂપિયા કમાઈ શકો છો. આ કમાણી તમારા પ્રોડક્ટની માગ, પેકિંગ અને વિસ્તાર પર પણ આધાર રાખે છે. અથાણાં ઓનલાઈન, જથ્થાબંધ, રિટેલ માર્કેટ અને રિટેલ ચેઈન દ્વારા પણ વેચી શકાય છે. સરકારે પોતાનો બિઝનેસ કે સ્ટાર્ટઅપ સ્થાપવા માટે ઘણી સ્કીમો પણ ચલાવી છે, જેથી લોકોને સ્કિલ્ડ બનાવી શકાય. જો તમે બિઝનેસ શરૂ કરવા માગો છો, તો તમે આ સરકારી સ્કીમોનો લાભ લઈ શકો છો.
જાણો સ્ટાર્ટ કરવાની પ્રોસેસ
અથાણાં તૈયાર કરવા, અથાણાં સૂકવવા, અથાણાંને પેક કરવા વગેરે માટે ખુલ્લી જગ્યા જરૂરી છે. અથાણાંને લાંબા સમય સુધી બગડતા બચાવવા માટે, અથાણું બનાવવાની પદ્ધતિમાં ખૂબ જ સ્વચ્છતાની જરૂર છે, તો જ અથાણું લાંબા સમય સુધી અકબંધ રહે છે. તેના માટે 900 ચોરસ ફૂટનો વિસ્તાર હોવો જરૂરી છે. આપને જણાવી દઈએ કે, અથાણાં બનાવવાના બિઝનેસ માટે પણ લાયસન્સ જરૂરી છે.બિઝનેસ શરૂ કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (FSSAI) પાસેથી લાઇસન્સ મેળવી શકાય છે. આ લાયસન્સ માટે ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરી શકાય છે.
કેટલી થશે કમાણી
અથાણાં બનાવવાના બિઝનેસમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કરીને બમણો નફો મેળવી શકાય છે. પ્રથમ માર્કેટિંગમાં ખર્ચની સંપૂર્ણ રકમ વસૂલ કરવામાં આવે છે અને તે પછી માત્ર નફો મળે છે. આ નાનકડા બિઝનેસને સખત મહેનત અને નવા પ્રયોગ દ્વારા મોટો બિઝનેસ બનાવી શકાય છે. આ બિઝનેસનો નફો દર મહિને મળશે અને નફો પણ વધશે.