જુલાઈ મહિનામાં અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા ગર્ભપાત પર આપવામાં આવેલા અણધાર્યા નિર્ણય બાદ નીચલા ગૃહમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું.
અમેરીકાના નીચલા ગૃહમાં (યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ)માં સમલૈંગિક લગ્ન બિલને સરળતાથી પસાર કર્યા બાદ હવે તેને 100 સભ્યોની સીનેટમાં રજૂ કરવામાં આવ્યું છે. હવે આ બિલ પસાર થવાની આશા વધી ગઈ છે કારણ કે ડેમોક્રેટ્સના તમામ 50 સભ્યોએ તેના માટે લીલી ઝંડી આપી દીધી છે. જો કે, તેને પસાર કરવા માટે સેનેટના 60 સભ્યોના મતની જરૂર છે, હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, રિપબ્લિકન્સના 10 સભ્યો પણ તરફેણમાં મતદાન કરશે.
જુલાઈમાં નીચલા ગૃહમાં કરવામાં આવ્યું હતું રજૂ
જણાવી દઈએ કે, જુલાઈ મહિનામાં અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા ગર્ભપાત પર આપવામાં આવેલા અણધાર્યા નિર્ણય બાદ નીચલા ગૃહમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને ગૃહ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. આ બિલ પાસ થયા બાદ સમલૈંગીક સમુદાયના લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. ડેમોક્રેટ્સ દ્વારા આ બિલની તરફેણમાં 267 વોટ પડ્યા હતા. રિપબ્લિકન સાંસદોએ બિલના વિરોધમાં 157 મત આપ્યા હતા. રિપોર્ટ અનુસાર, નીચલા ગૃહમાં 47 રિપબ્લિકન સાંસદોએ આ બિલની તરફેણમાં મતદાન કર્યું. 7 રિપબ્લિકન સાંસદોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.
મોટા ભાગના અમેરિકનો સમલૈંગિક લગ્નને સમર્થન આપે છે
બુધવારે પસાર થયેલા બિલમાં રાજ્યોને સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાની જરૂર નથી. પરંતુ તેના માટે તેમને અન્ય રાજ્યોમાં સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાની જરૂર છે. મતદાન દર્શાવે છે કે મોટાભાગના અમેરિકનો સમલૈંગિક લગ્નને સમર્થન આપે છે પરંતુ તે હજુ પણ વિવાદાસ્પદ છે.