ભરૂચ ખેડૂતોના વળતર બાબતનો મામલા પાર કોંગ્રેસે ભાજપા કર્યો પ્રહાર
ભરૂચમાં ખેડૂતોના વળતર બાબતનો મામલો વળતર બાબતે ખેડૂતોનું આંદોલન કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી ખેડૂતોના પક્ષમાં ભાજપાએ વધુ વળતરની આપી હાથી ખાતરી કોંગ્રેસે આંદોલનની આપી ચીમકી
જમીન સંપાદન અંગે ખેડૂતોને વળતર બાબતે તંત્ર અને સરકાર દ્વારા ગુમરાહ કરી કાયદા વિરુદ્ધ ઓછું વળતર ચૂકવવાનું ષડયંત્ર કરતા હોવાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા એ કરી
ભરૂચ જિલ્લા માં એકસપ્રેસ હાઇવે સહિત અન્ય પ્રોજેક્ટો માં જમીન સંપાદન અંગે ખેડૂતોને વળતર બાબતે તંત્ર અને સરકાર દ્વારા ગુમરાહ કરી કાયદા વિરુદ્ધ ઓછું વળતર ચૂકવવાનું ષડયંત્ર કરતા હોવાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા એ કરી. આ મુદ્દે કોંગ્રેસ ખેડૂતો ની પડખે હોવાનું કહ્યું છે.ભરૂચ જિલ્લા માં એક્ષપ્રેસ હાઇવે, સહિત અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માં ખેડૂતો ની જમીન સંપાદિત કરવામા આવી રહી છે. જેના વળતર બાબતે ખેડૂતો માં અસંતોષ જોવા મળી રહ્યો છે.અને તેઓ આંદોલન ચલાવી રહ્યા છે.આ બાબતે ખેડૂતોના હિત માં અવાર નવાર રજૂઆત કરતા કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા એ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી તંત્ર અને સરકાર પર ખેડૂતોને વળતર બાબતે તંત્ર અને સરકાર ગુમરાહ કરી કાયદા વિરુદ્ધ ઓછું વળતર ચૂકવવાનું ષડયંત્ર કરતા હોવાનો આક્ષેપ કરવા સાથે 2013 ના અધિનિયમ મુજબ ચાર ગણું વળતર ચૂકવવા ની માંગ કરી હતી..આ મુદ્દે ભાજપ ના આગેવાનો દ્વારા વિધાનસભા ચૂંટણી પૂર્વે ખેડૂતો ને વધુ વળતર ની ખાતરી આપી હવે પીઠ બતાવી રહ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો..તેઓએ આ મુદ્દે કોંગ્રેસ ખેડૂતોના પડખે હોવાનું કહી આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી હતી.