વડોદરામાં તાજેતરમાં જ ઢોર પાર્ટી પર હુમલો કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફતેહગંજ વિસ્તારમાં આ ઘટના બની હતી ત્યારે ચારેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા
વડોદરામાં તાજેતરમાં જ ઢોર પાર્ટી પર હુમલો કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફતેહગંજ વિસ્તારમાં આ ઘટના બની હતી ત્યારે ચારેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને જેલમાં મોકલી દેવાયા છે. ઢોર પકડવા મામલે ખલેલ પહોંચાડતા અને કાર્યવાહી રુકાવટ દાખવતા 4 સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં પાસા હેઠળ જુદી-જુદી જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે.
તાજેતરમાં જ નાઈટ શિફ્ટમાં ગયેલી ટીમ પર ગૌ રક્ષકો ઉશ્કેરાયા હતા અને આ મામલે તેમણે ટીમ પર હુમલો પણ કર્યો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થઈ હતી.
ધરપકડ બાદ ઢોર માલિકોને પાસા હેઠળ જેલમાં ધકેલાયા છે. 3 આરોપીઓને પકડીને જુદી-જુદી જેલમાં ધકેલવામાં આવ્યા છે. અગાઉ અમદાવાદમાં પણ આ પ્રકારે ઘટનાઓ સામે આવતી હતી ત્યારે વડોદરામાં પણ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થતા કાર્યવાહી કરાઈ હતી.
તાજેરતમાં જ કોર્પોરેશન ટીમ પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ઢોર જબરજસ્તીથી છોડાવીને લઈ ગયા હતા. આ પ્રકારની દાદાગીરી સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરામાં ઢોર પકડનાર ટીપ પર હુમલાની ઘટનામાં પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થઈ હતી. પશુપાલકોએ અપશબ્દજો બોલતા ઝપાઝપી થઈ હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. ત્યારે આ ઝપાઝપીમાં રસ્તે રઝળતા ઢોર પકડતી ટીમ પર હુમલો કરીને ઢોર છોડાવીને પશુપાલકો લઈ ગયા હતા. ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થઈ હતી આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.