જસદણ-વિંછીયા તાલુકાના પડતર પ્રશ્નોનું નિવારણ લાવવા કેબીનેટ મંત્રીના અધ્યક્ષપદે ફરિયાદ સંકલનની બેઠક મળી ગ્રામજ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. – જસદણ અને વીંછીયા ના 102 ગામમાં તમામ પડતર પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા અધિકારીઓને સુચના આપવામાં આવી,જસદણ તાલુકા સેવાસદન કચેરી ખાતે રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સંકલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જસદણ પ્રાંત અધિકારી રાજેશ આલ, ગોંડલ ડીવાયએસપી, રાજકોટ જિલ્લા કાર્યપાલક ઈજનેર, નાયબ ડીડીઓ, જસદણ-વિંછીયાના મામલતદાર, જસદણ-વિંછીયાના ટીડીઓ તેમજ વિવિધ હોદ્દેદારો અને આગેવાનો તેમજ તમામ ગ્રામજનો છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ તકે સરકારની વિવિધ યોજના, પીવાના પાણીની સમસ્યા, વીજળીની સમસ્યાના ઉકેલ, તળાવો ઊંડા ઉતારવાની યોજના, આરોગ્યલક્ષી મુદ્દાઓ, રમત ગમતનું મેદાન, ખરાબ રોડ-રસ્તા વગેરે મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ તકે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉપસ્થિત તમામ અધિકારીઓને જસદણ-વિંછીયાના તમામ પડતર પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા અધિકારીઓને વહેલી તકે પ્રશ્નોને નિરાકરણ કારવા સુચના આપવામાં આવી હતી.